ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીને લઈને રેલ્વે વિભાગનો નિર્ણય, અમદાવાદ-કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે - સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન

દીવાળી(Diwali)નો તેહવાર નજીક આવી રહ્યો છે. ત્યારે દીવાળીના પર્વને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન(Railway Administration) દ્વારા યાત્રીયો માટે અમદાવાદ-કાનપુર(Ahmedabad-Kanpur) વચ્ચે 26 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2021 સુધી સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું છે.

દિવાળીને લઈને અમદાવાદ-કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
દિવાળીને લઈને અમદાવાદ-કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

By

Published : Oct 19, 2021, 10:14 AM IST

  • 26 ઓક્ટોબરથી અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની ટ્રેન
  • સાપ્તાહિક ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન ચાલશે
  • દિવાળીને લઈને રેલવેનું આયોજન

અમદાવાદ :રેલવે પ્રશાસન(Railway Administration) દ્વારા દિવાળના અવસરને ધ્યાનમાં રાખીને, યાત્રીયોની માંગ તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની વચ્ચે 26 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2021 સુધી (સાપ્તાહિક) સુપર ફાસ્ટ ફેસ્ટીવલ(Super fast festival) સ્પેશિયલ ટ્રેન (Special Train)(સંપૂર્ણ રીતે રીઝર્વ) ચલાવવાનો નિર્ણય કરેલો છે.

ટ્રેનં નં. 01906/01905 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ

ટ્રેનં નં. 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ જે તા. 26 ઓક્ટોબર, 2021થી 30 નવેમ્બર 2021 સુધી (કુલ 6 ટ્રિપ) દરેક મંગળવારે અમદાવાદ(Ahmedabad)થી 15:05 કલાકે ઉપડીને બીજા દિવસે 11:55 કલાકે કાનપુર(Kanpur) સેન્ટ્રલ પહોંચશે. આજ રીતે ટ્રેન સં. 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ તા. 25 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2021 સુધી (કુલ 6 ટ્રિપ) દરેક સોમવારે કાનપુર સેન્ટ્રલ થી 15:35 કલાકે ઉપડીને બીજા દિવસે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, બયાના, રુપબાસ, ફતેહપુર સિક્રી, આગ્રા ફોર્ટ, ટુંડલા તથા ઈટાવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સેકન્ડ સીટીંગના રીઝર્વ્ડ કોચ રહેશે.

ટ્રેનનું બુકિંગ કેવી રીતે કરવું ?

ટ્રેનં નં. 01906ની ટીકીટોનું બુકિંગ 20 ઓક્ટોબર, 2021થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. યાત્રી સ્પેશિયલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19(Covid-19)થી સંબંધિત તમામ માપદંડો તથા એસઓપીનું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ખાદ્યતેલના ભાવો લોકોની દિવાળી બગાડશે, સીંગતેલમાં રુ. 80 અને કપાસિયામાં 30નો ભાવ વધારો

આ પણ વાંચોઃ દિવાળી તહેવારમાં રાજકોટ એસટી ડિવિઝન 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે

ABOUT THE AUTHOR

...view details