ગુજરાત રાજ્યનું સૌથી મોટું સીટી એટલે કે અમદાવાદ જો કે સૌથી મોટુ શહેર હોવાની સાથે સાથે વધુ વસ્તી પણ ધરાવતુ શહેર પણ અમદાવાદ જ છે. ત્યારે ઉલ્લેખનિય છે કે, શહેરમાં પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં જ થવાનું છે. જેથી રાજ્યું પ્રદુષિત શહેર તરીકે પણ અમદાવાદ આગળ છે. આ શહેરના પ્રદુષણમાં દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો પણ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા કેનાલ પાસેની જાળી પાસે એક પ્લાસ્ટીક બેગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કેનાલમાં કોઇ વધારાનો કચરો ન નાંખે અને કેનાલને સ્વચ્છ પણ રાખી શકાય
શહેરની કેનાલો શુદ્ધ રાખવા અમદાવાદીઓની પહેલ - Gujarat
અમદાવાદ: શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર આવેલી કેનાલને સ્વચ્છ રાખવા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં શહેરની કેનાલોમાં કોઇ કચરો ન નાંખે તેની માટે કેનાલ પાસે પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે પક્ષીઓ માટે ચણ પણ નાખવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓની આ એક અનોખી પહેલા છે. જેમાં શહેરીજનો સ્વચ્છતાની સાથે સાથે માનવતાનો પણ એક મેસેજ આપી રહ્યાં છે.

પ્લાસ્ટીક બેગમાં કચરો નાખીને કેનાલને સ્વચ્છ રાખવાની અમદાવાદવાસીઓની નાનકડી પહેલ
પ્લાસ્ટીક બેગમાં કચરો નાખીને કેનાલને સ્વચ્છ રાખવાની અમદાવાદીઓની એક અનોખી પહેલ
આ ઉપરાંત તેઓ સવાર-સાંજ કેનાલ પર આવતા પશુ-પક્ષીઓ માટે ચણ નાંખી પૂણ્ય મેળવે છે. આમ, નાનકડાં પ્રયત્ન દ્વારા પર્યાવરણને બચાવવાની એક પહેલ હાથ ધરી છે. જે અન્ય લોકો માટે પણ એક સકારાત્મક મેસેજ છોડી જાય છે.