લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના કેસોમાં ધરખમ વધારો, નોંધાઈ છે રોજની એક ફરિયાદ - હિંસા
લોકડાઉન બાદ બેકારી અને અન્ય સમસ્યાઓ વધી છે જેની અસર લોકોના અંગત જીવન પર પણ પડી હોય તેવું લાગી રહ્યું છે. જેનું એક ઉદાહરણ છે ઘરેલુ હિંસા. શહેરમાં વર્ષ દરમિયાન 150થી વધારે ઘરેલુ હિંસાની ફરિયાદો નોંધાતી હતી તેની જગ્યાએ છેલ્લાં 40 દિવસમાં 40થી વધારે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાઇ છે.

લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના કેસોમાં ધરખમ વધારો, રોજની એક ફરિયાદ
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. સરેરાશ જોવા જઈએ તો 40 દિવસમાં 40 ફરિયાદ એટલે કે રોજની એક ફરિયાદ નોંધાઇ છે. ઘરેલુ હિંસાના મોટા ભાગના કેસોમાં કારણ આર્થિક સંકળામણનું જોવા મળ્યું છે. જ્યારે લોકો પાસે પૈસાની અછત હોય ત્યારે આર્થિક સંકળામણને કારણે આ કિસ્સા બન્યાં હોવાનું સામે આવ્યું છે.
લોકડાઉન બાદ ઘરેલુ હિંસાના કેસોમાં ધરખમ વધારો, રોજની એક ફરિયાદ