- સોલા સિવિલમાં ટ્રાયલ વૅક્સીનનો બીજો ડોઝ શરૂ કરાશે
- 550 થી વધુ લોકોએ લીધી છે ટ્રાયલ વૅક્સીન
- પ્રથમ ડોઝ લેનારા એક પણ વ્યક્તિને નથી થઇ આડ અસર
અમદાવાદઃ શહેરની સોલા સિવિલમાં કોરોના વૅક્સીન ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. જેને લઇને ગુજરાતના ટ્રાયલ વૅક્સીનમાં લોકોની જાગૃતિ વધી રહી છે અને લોકો ટ્રાયલ વૅક્સીન લેવા માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે.
કુલ 1000 વોલેન્ટીયરને અપાશે રસી
મહત્વનું છે કે, હાલમાં ટ્રાયલ ચાલી રહી છે. જેમાં 1000 જેટલા પોઈન્ટ્સની પ્રથમ ડોઝ આપ્યા બાદ હવે બીજા ડોઝની પણ શરૂઆત કરવામાં આવશે. જેમાંથી સાડા પાંચસો લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે અને જેમને 28 દિવસ પૂર્ણ થયા છે, તેમને 25 ડિસેમ્બરથી બીજો ડોઝ આપવામાં આવશે.
550 લોકોને અપાશે કોરોના વૅક્સીનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લેનારા એક પણ વ્યક્તિને નથી થઇ આડ અસર
કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં દહેશત મચાવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલ પહોંચેલી કો-વૅક્સીન એક પણ વ્યક્તિને આડઅસર નથી. તેને બીજા ડોઝ માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, વૅક્સીન માટેની ટ્રાયલ લેવા માટે રોજના 80 થી 100 લોકો સામેથી આવી રહ્યા છે અને રસીને લઇને જાગૃતતા પણ નાગરિકોમાં જોવા મળી રહી છે. જોકે મહત્વની વાત એ છે કે, દેશ અને સમગ્ર વિશ્વમાં વૅક્સીન ક્યારે મળે છે તે જોવાનું રહ્યું...