અમદાવાદ : દેશમાં ભય ફેલાવનાર તત્વોની વિરોધમાં તથા CAAના સમર્થનમાં ઇન્કમટેક્સ, મહાત્માં ગાંધીજીની પ્રતિમાથી પદયાત્રાનો આરંભ થઇ અને કલેક્ટર ઓફિસે પહોંચી હતી. ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરીને જનતાને ગોળ ધાણાથી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમજ દેશમાં બુદ્ધિજીવીઓનો આતંકવાદ એટલે કે, બૌદ્ધિક આતંકનો ત્રાસ ફેલાવતા હૈદરાબાદના સાંસદ અશરુદિન ઓવેસીના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશ પ્રેમ ધરાવનાર સંગઠનો તથા NGO દ્વારા આ પદયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અમદાવાદમાં CAAના સમર્થનમાં રેલી યોજાઇ - A rally was held in Ahmedabad in support of CAA
દિલ્હી ખાતે શાહીબાગ વિસ્તારમાં ભારત સરકારના CAAના કાયદાની વિરોધમાં દેશદ્રોહી તત્વો દ્વારા જે રીતે પુરા દેશને બાનમાં લઇને વિરોધી તત્વો નુક્સાન કરી રહ્યા છે. તેના વિરુદ્ધમાં અમદાવાદ ખાતે CAAના કાયદાનાં સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી.
![અમદાવાદમાં CAAના સમર્થનમાં રેલી યોજાઇ ahemdabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6296518-thumbnail-3x2-ahemdabad.jpg)
અમદાવાદમાં CAAના સમર્થનમાં રેલી યોજાઇ
અમદાવાદમાં CAAના સમર્થનમાં રેલી યોજાઇ
આ સમગ્ર પદયાત્રામાં જોડાનાર સંગઠનો દ્વારા ભારતના વડાપ્રધાનને CAAના કાયદાનાં સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વળી CAAની બાબતે ભારત દેશના નાગરિકોને ગુમરાહ કરનાર તથા સૂત્રોચાર કરનારાઓને પાકિસ્તાની નાગરિકતા મળી રહે, તે માટે પાકિસ્તાનના વડાપ્રધાને આવેદનપત્ર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. SPAIના પ્રમુખ હેમેન્દ્ર બાગડીએ જણાવ્યું હતું કે, CAAના આ કાયદાનો વિરોધ કરવા ત્રિરંગો હાથમાં રાખીને દેશમાં કેટલાંક તત્ત્વો અને નેતાઓ ભારતના નાગરિકોને ગુમરાહ કરી રહ્યા છે.
Last Updated : Mar 4, 2020, 9:58 PM IST