અરજદાર વતી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં દલીલ કરવામાં આવી હતી કે, રાઠવા અને રાઠવા- કોળી સમુદાયમાં આતંર-જાતિય લગ્ન થતા નથી અને તેના માટે જ તેમને અગલ માનવામાં આવે છે. રાઠવા-કોળી સમુદાય OBCમાં આવતા હોવાથી તેમને આદિજાતિ સુચિમાં સામેલ કરવામાં આવતા ન હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2006માં આદિવાસી વિભાગના ડેપ્યુટી કમિશ્નરે પત્ર લખીને કોળી-રાઠવાને આદિજાતિ સુચિમાં સામેલ ન કરવાની ભલામણ કરી હતી. આજ રીતે વર્ષ 2004માં આદિવાસી વિભાગ પણ ગુપ્ત પત્ર વડોદરા કલેક્ટરને પણ લખવામાં આવ્યું હતું.
રાઠવા અને કોળી સમુદાયને STમાં સામેલ કરવા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ
અમદાવાદ: મહારાષ્ટ્રમાં રાઠવા સમુદાયનો આદિજાતિમાં સમાવેશ થાય છે, ત્યારે વર્ષ 2013માં ગુજરાત સરકારે રાજ્યમાં વસતા રાઠવા અને કોળી સમુદાયને રાઠવા સમુદાય ગણી આદિજાતિમાં સમાવેશ કરવા મુદ્દે પરિપત્ર બહાર પાડયો હતો. જે બાદ પણ આજ દિવસ સુધી આદિજાતિ સુચિમાં સમુદાયનો નામ સામેલ ન થતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. મંગળવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. દેસાઈની ખંડપીઠે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. આ મામલે વધુ સુનાવણી 15મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.
અરજદાર તરફે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, વર્ષ 1987 થી 2013 દરમિયાન પ્રેસિડેન્શિયલ ઓર્ડર 1976માં કેટલાક ફેરફાર અને સુધારા કરાયા છે અને કેટલીક જાતિનો સમાવેશ પણ કરાયો છે. જોકે રાઠવા-કોળી સમુદાયને સામેલ કરવામાં આવ્યા નથી. વર્ષ 1982 રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પણ કોળી-રાઠવા સમુદાયને આદિજાતિ સુચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. વર્ષ 1950માં પ્રિસિડેન્શિયલ ઓર્ડર થકી અલગ-અલગ સમુદાયને આદિજાતિ અને અનુસુચિત જનજાતિમાં સામેલ કરાયા હતા. બંધારણની કલમ 342 (1) હેઠળ વિવિધ સમુદાયને SC અને STના લાભ આપવામાં આવ્યા હતા.