અમદાવાદઃ આખું વિશ્વ કરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે કોરોનાવાઇરસને ડામવા શહેરના મોટાભાગના વિસ્તારોને સેનેટાાઈઝ કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
AMCએ 2200 જેટલી પબ્લિક પ્લેસને અત્યાર સુધી સેનિટાઈઝ કર્યા - અમદાવાદ ન્યુઝ
હાલ અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરના દરેક વિસ્તારને સેનિટાઇઝ કરી રહ્યું છે. હાલ AMCએ 2200 જેટલી પબ્લિક પ્લેસને અત્યાર સુધી સેનિટાઈઝ કર્યા.
22 માર્ચથી શરૂ કરેલી આ સેનેટાઈઝની પ્રક્રિયામાં અત્યાર સુધી 2200 જેટલી પબ્લિક પ્લેસને અને 7800 જેટલી સોસાયટીઓને સેનીટાઈઝ કર્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ દિવસ-રાત એક કરીને શહેરને સેનીટાઈઝ કરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવા મશીનોનો ઉપયોગ પણ કરવામાં આવે છે જે શહેરની સાંકડી ગલીઓ વાળા રસ્તાઓમાં જઈને પણ સરળતાથી કેમિકલ સ્પ્રે છાંટી શકે છે. મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા પ્રમાણે 30 લાખ લીટર કેમિકલનો છંટકાવ અત્યાર સુધી કરવામાં આવ્યો છે તેમજ સ્વાધ્યાય પરિવાર દ્વારા પાંચ બાયો સ્પ્રેયર આપવામાં આવ્યા છે