કિરીટ સોલંકી વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે, ત્યારે હવે બજારમાં આર્થિક રીતે સક્ષમ થયું છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશની ૧૨ જેટલી બેંકોનું મર્જર નું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને બેંક દ્વારા પણ ખાસ કરીને વ્યાજનો દર ઘટાડવામાં આવ્યો છે. જેથી લોકો વાહન અને મકાન જેવી તમામ પ્રકારની લોન ઓછા વ્યાજ દરે મેળવી શકશે. જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. 2014માં સૌથી વધારે કોર્પોરેટ ટેક્સ ધરાવતો ભારત દેશ હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતાં દુનિયામાં સૌથી ઓછો ટેકસ ધરાવતો દેશ ભારત બન્યો છે. જેનો ફાયદો આવનારા સમયમાં સામાન્ય લોકોને પણ થશે. જ્યારે નાના ઉદ્યોગોને પણ નવો વેગ મળે તે માટે કેન્દ્ર સરકારે ખાસ ભંડોળ પણ પૂરું પાડ્યું છે. જેને લઇને દેશના અર્થતંત્રમાં નવી ઉજાસ આવી છે.
દેશમાં આર્થિક સ્થતિને સંદર્ભે અમદાવાદમાં યોજાઇ પત્રકાર પરિષદ - latest news of ahemdabad
અમદાવાદઃ દેશમાં મંદીનો માહોલ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ દ્વારા ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરાયુ હતું અને દેશની આર્થિક સ્થિતિ અંગેની માહિતી આપી હતી. સાંસદ કિરીટ સોલંકીએ વર્તમાન પરિસ્થિતિમાં સરકારી ટેલિફોન કંપની BSNLની હાલત કફોડી હોવાના મુદ્દે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કોમ્પિટિશન વધી રહ્યુ છે, ત્યારે સરકારી કંપની BSNLને બંધ થવા નહીં દઈએ.
અમદાવાદ પુર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં જે રીતનો માહોલ છે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દેશનું અર્થતંત્ર ફરીથી ઉભુ થઇ ગયું અને આગળ વધી રહ્યું છે. જ્યારે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર અનેક પ્રકારના પગલાં લઈ લીધા છે. જેનો ફાયદો આવનારા દિવસોમાં સામાન્ય લોકોથી લઈને તમામ લોકોને મળશે જ્યારે બેરોજગારી બાબતે કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, બેરોજગારી એ વધી નથી પરંતુ નવા ઉદ્યોગની સ્થાપના થવાથી અનેક લોકોને રોજગારી મળે છે એટલે કે દેશમાં હવે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે પણ લોકોને રોજગારી મળતી થઇ છે.