સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો. જેમાં ચાલુ બાઇકે પોલીસકર્મી હેલ્મેટ પહેર્યા વગર ફોન પર વાત કરી રહ્યો હતો. આ ફોટો લોકોની કોમેન્ટ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ ફોટામાં દેખાતી નંબર પ્લેટના આધારે બાઈક ચલાવનાર LRD જવાન વિશ્વાસ રાઠોડને શોધી કાઢ્યો હતો.
અમદાવાદમાં ચાલુ બાઈકે ફોન પર વાત કરનાર પોલીસકર્મીને 1100નો દંડ - gujarati news
અમદાવાદ: દેશમાં ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યા બાદ સોશિયલ મીડિયામાં અનેક મેસેજ ફરે છે. જેમાં બાઇક પર હેલ્મેટ પહેર્યા વગર અને મોબાઈલ પર વાત કરતા પોલીસકર્મી બાઇક ચલાવી રહ્યો હતો તેવા ફોટા પણ વાઈરલ થયા હતા. આ ફોટો અમદાવાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે નંબરના આધારે બાઈક ચાલક પોલીસકર્મીને શોધી કાઢ્યો હતો અને 1100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ahmedabad
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર ફરજ બજાવતા PSI આઈ.બી.ગામીતે આ પોલીસકર્મીને 1100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ચાલુ બાઇકે વાત કરવા માટે 1000 રૂપિયા અને હેલ્મેટ ન પહેરવા બદલ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસકર્મીને દંડ કરેલ મેમો પણ સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.