ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરમાં સિંહના મોતનું કારણ જાણવા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ - death of the lion in Gir

ગીર અભ્યારણમાં સિંહના થતાં મોતનું કારણ જાણવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. કેનાઈન ડીસ્ટેમ્પર વાઇરસ (CDV) માટે 1000 જેટલા ડોઝ મંગાવવામાં આવ્યા હોવા છતાં સિંહના મોત કેમ થઈ રહ્યા છે, એ અંગે વન વિભાગ કારણો રજૂ કરે તેવી માગ કરવામાં આવી છે.

ગીરમાં સિંહના મોતનું કારણ જાણવા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ
ગીરમાં સિંહના મોતનું કારણ જાણવા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ

By

Published : Aug 22, 2020, 4:43 PM IST

અમદાવાદ: હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર રજુઆત કરવામાં આવી છે કે, વન-વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, CDVને લીધે સિંહના મોત થયા નથી. અરજદારે રજુઆત કરી છે કે, જો સિંહના મોત CDVને લીધે નથી થઈ રહ્યા તો પછી અમેરિકા અને અન્ય દેશમાંથી તેની દવાની આયાત કરવાની કોઈ જરૂર છે!

ગીરમાં સિંહના મોતનું કારણ જાણવા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ
હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે, ગીર અભ્યારણ એશિયાટિક સિંહના નિવાસનું એક માત્ર સ્થાન છે અને તેમાં શુ દવા તેમને કરવામાં આવી રહી છે. એ મુદ્દે પારદર્શિતા હોવી જોઈએ. સિંહના મોતનું કારણ જાણવા માટે કમિટીની રચના થવી જોઈએ. સિંહના અંદર અંદર લડવાથી મોત થઈ રહ્યા છે. તેવા આક્ષેપ કરતા યોગ્ય કારણ રજૂ કરવું પડશે.

PILમાં આક્ષેપ કરવા આવી રહ્યો છે કે, ગીરમાં પ્રાણીઓના ડોકટર પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ નથી. સામાન્ય સ્તર વન અધિકારીઓ દ્વારા સિંહને દવા આપવામાં આવે છે. સિંહના બચાવ માટે શું પગલાં લેવામાં આવ્યા અને મોતનું કારણ, શા માટે થયા તેનું પણ સત્તાધીશો જવાબ આપે.

ABOUT THE AUTHOR

...view details