અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે CAAનો કરાયો વિરોધ - Gandhi Ashram
અમદાવાદઃ : સમગ્ર દેશમાં નાગરિક સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. યંગ ઇન્ડિયા ડિકલેરેશન સંસ્થા દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગાંધી આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે CAAનો કરાયો વિરોધ
યંગ ઇન્ડિયા ડિકલેરેશનના સંસ્થા દ્વારા બંધારણમાં જે સુધારા કરી કાયદાને જબરજસ્તી ઠોકી બેસાડવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમ ખાતે સોમવારના રોજ CAAના વિરોધ માટે લોકો એકત્રિત થયા હતાં.