- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ ખાતા દ્વારા કાર્યવાહી
- જમાલપુર વિસ્તારમાં દબાણો હટાવાયા
- દબાણની કાર્યવાહી કરવા છતા પાથરણા અને લારીઓથી ટ્રાફિક જામ
અમદાવાદઃ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ ખાતા દ્વારા જમાલપુર વિસ્તારના ઓવરબ્રિજ નીચેની બંને બાજુએ દબાણો હટાવવાની કામગીરી નિયમિત કરવામાં આવે છે. પરંતુ છતા રોડનો કબજો લઇ અવ્યવસ્થા ફેલાવતા પાથરણા અને લારીઓથી ટ્રાફિક જામ થઇ જાય છે.
જમાલપુર માર્કેટ રોડ વચ્ચે પાથરણાનો અડીંગો, દબાણ ખાતા દ્વારા કરાઇ કાર્યવાહી દબાણ હટાવો કાર્યવાહી
અમદાવાદ શહેરના જમાલપુર માર્કેટથી પાલડી તરફ જતાં માર્ગ પર અને સરદાર બ્રિજ, ફૂલ બજારથી સળંગ વર્ષોથી પાથરણા અને લારીઓનો ખડકલો વહેલી સવારથી જ લાગી જાય છે. સાબરમતી નદી પર નવા બ્રિજ થયા, રિવરફ્રન્ટ થયો એમ છતાં જમાલપુર એસ.ટી.તરફ જતાં માર્ગ પર તેમજ ઓવરબ્રિજ વાહન વ્યવહારથી ધમધમતો રહે છે. ટ્રાફિક જામ પણ થઇ જાય છે. એમાંય જમાલપુર માર્કેટમાં મોડી રાત્રે, વહેલી સવારના રોજ ગામડાંઓમાંથી આવેલા શાકભાજી અને ફૂલ ગાડીઓમાંથી ઉતર્યા બાદ કેટલાક લોકો પાથરણા અને લારીઓ સાથે રોડ પર જ અડીંગો જમાવીને બેસી રહે છે.
જમાલપુર માર્કેટ રોડ વચ્ચે પાથરણાનો અડીંગો, દબાણ ખાતા દ્વારા કરાઇ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી છતાં કોઇ અસર નહી
જમાલપુરનો ઓવરબ્રિજ નીચેનો ભાગ પણ શાક વેચતા પાથરણાથી ભરાઇ જાય છે. જ્યાં પાર્કિંગ કરવામાં કે, વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનનું દબાણ ખાતું વારંવાર રોડ ખુલ્લો કરવા પ્રયાસ કરે છે એ પછી ગણતરીના જ કલાકોમાં રોડ શાકભાજી અને ફૂલ વેચતા પાથરણા વાળાથી ભરાઇ જાય છે.
જમાલપુર માર્કેટ રોડ વચ્ચે પાથરણાનો અડીંગો, દબાણ ખાતા દ્વારા કરાઇ કાર્યવાહી ગરીબોની રોજગારી માટે રહેમ નજર
દબાણ ખાતાની ગાડીઓમાં કામ કરતાં સ્ટાફના કહેવા મુજબ કેટલીક વાર વૃદ્ધ, ગરીબ પાથરણા વાળાનું ઘર ચાલે કે ગુજરાન ચાલે એ હેતુથી આંખ આડા કાન કરવા પડે છે. લોક ડાઉન દરમિયાન ખુદ ઉચ્ચ અધિકારીઓ, નેતાઓએ જાતે પાથરણા, લારીઓ પર શાકભાજી, ફૂલ વેચતા લોકોને રિવરફ્રન્ટ પર વેપાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પરંતુ આ તમામ પાથરણા, લારીઓ વાળા ફૂટપાથ અને રોડ વચ્ચે જ અડીંગો જમાવીને બેસી જાય છે. જે ટ્રાફિક પોલીસ, દબાણ ખાતુ, વાહન ચાલકો, સ્થાનિક રાજકીય નેતાઓ માટે મોટો પડકાર અને સમસ્યા છે.