ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ : હર્ષ સંઘવી - Ahmedabad Commissioner in Police Media Planned

અમદાવાદમાં પોલીસ અને સમૂહ માધ્યમો વચ્ચે આયોજિત સંવાદ (Dialogue Between Police Media in Ahmedabad) કાર્યક્રમને યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરહદી રાજ્ય હોવાથી પોલીસે ડ્રગ્સ દૂષણને ડામવા શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે.

ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ : હર્ષ સંઘવી
ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ : હર્ષ સંઘવી

By

Published : Feb 15, 2022, 8:43 AM IST

અમદાવાદ : અમદાવાદ ખાતે પોલીસ અને સમૂહ માધ્યમો વચ્ચે આયોજિત સંવાદ (Dialogue Between Police Media in Ahmedabad) કાર્યક્રમને યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સાયબર ક્રાઈમ અને આર્થિક ગુનાઓ પોલીસ માટે પડકારરૂપ બની રહે તેમ છે. ત્યારે ગુજરાત પોલીસ આ ગુનાઓને અટકાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા માટે સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ છે.

ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ડ્રગ્સનું દુષણ વધુ

ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ : હર્ષ સંઘવી

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi in ​​Police Media Planned) જણાવ્યું હતું કે, ગુજરાત સરહદી રાજ્ય હોવાથી અહીં ડ્રગ્સનું દૂષણ ફેલાવાની શક્યતા વધુ છે. ત્યારે ગુજરાત પોલીસે આ દૂષણને ડામવા શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. આ માટે ડ્રગ રિવોર્ડ પોલીસી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે મીડિયાને અનુરોધ કરતાં કહ્યું હતું કે, મીડિયા ડ્રગ પકડનારા પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરશો અને સમાજમાં આપણે તેમને સન્માન આપીશું તો તેમનું મનોબળ ચોક્કસપણે વધશે.

આ પણ વાંચોઃ સુરતમાં ગૃહપ્રઘાન હર્ષ સંઘવીના કુટુંબી કાકાની હત્યા

પોલીસની ભૂમિકામાં પરિવર્તન

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Commissioner in Police Media Planned) કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પોલીસની પરંપરાગત ભૂમિકામાં હવે પરિવર્તન આવી રહ્યું છે. હવે પોલીસ તેમની કામગીરીમાં વધુને વધુ લોકોને સાંકળી રહી છે. તેની કામગીરીમાં લોક ભાગીદારીનું પ્રમાણ વધી રહ્યું છે. પશ્ચિમના દેશોની જેમ આપણે પણ ડેટા બેઝ આધારિત પોલિસીની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

મીડિયાની ભૂમિકાથી લોકોના માનસમાં પરિવર્તન

ગુજરાત મીડિયા ક્લબના (Gujarat Media Club) પ્રમુખ નિર્ણય કપૂરે મીડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી જાગૃતિ ઝુંબેશની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોના વર્તન પરિવર્તનમાં મીડિયા કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે તે રેખાંકિત કર્યું હતું. તેમણે ગુજરાત મીડિયા ક્લબ વતી અંગદાન ઝુંબેશને પોલીસના સહકારથી વધુ વેગવાન બનાવવાની તત્પરતા પણ વ્યક્ત કરી હતી. મીડિયા અને પોલીસ વચ્ચેનો સેતુ વધુ સુદ્રઢ બને અને તેના પગલે સામાજિક અભિયાન પરિણામલક્ષી બને તે અંગેની પણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી

ABOUT THE AUTHOR

...view details