અમદાવાદ : છારાનગર વિસ્તારમાં એક અનોખી પ્રકારનો ટી સ્ટોલ છે, જેનુ નામ છે ભયાનક ટી સ્ટોલ. આ ભયાનક ટી સ્ટોલની વિશેષતા એ રહી છે કે તેના માલિક દ્વારા દરેક વસ્તુઓના અલગ-અલગ પ્રકારના નામ રાખવામાં આવ્યા છે. જેમાં સ્પેશિયલ ચુડેલ ચા, સ્પેશિયલ ભૂત કોફી, સ્પેશિયલ વિરાના દૂધ, સ્પેશિયલ અસ્થિ ખારી, સ્પેશિયલ મૂડદા પાપડી, સ્પેશિયલ પિસાચી ચવાણું, સ્પેશિયલ પરોઠા તેમજ સ્પેશિયલ તાંત્રિક popcorn મળે છે.
અમદાવાદમાં ભયાનક ટી સ્ટોલ દ્વારા શરૂ કરવામાં આવી નવી વેરાયટી - છારાનગર
છારાનગર સ્મશાનમાં એક અનોખા પ્રકારનું ટી સ્ટોલ શરૂ કરવામાં આવ્યું છે. આ ટી સ્ટોલ એટલે કે ભયાનક ટી સ્ટોલ. જેમાં આજકાલ એક નવી વેરાયટી જોવા મળી રહી છે, જેનુ નામ સાંભળીને તો તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જશો. નામ છે મુડદા પાપડી...
ભયાનક ટી સ્ટોલ દ્વારા શરૂ કરવામાં આવી નવી વેરાયટી
આ ટી સ્ટોલમાં મહત્વની વાત તો એ છે કે આ ટી સ્ટોલ તમને લાગશે કે કોઇ શહેરી કે મહોલ્લામાં હશે તો ના તેવુ નથી તમે ગલતફેમીમાં છો. આ ટી સ્ટોલ તો સ્મશાન ગૃહમાં છે. જેમાં ત્યાં ચા ની કીટલી ઉપર આવા ભયાનક નામ, ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અહીં ચા પીવા આવનાર વર્ગને શું અસર થતી હશે? ત્યારે ચા પીવા આવનારને પૂછતાં તેઓએ આનંદ સાથે જણાવ્યું હતું કે, તેમને બિલકુલ ડર લાગતો નથી, પરંતુ અહીં ચા પીવામાં અલગ જ મજા આવે છે. તો આવી અદ્ભુત અને ભયાનક છે ભયાનક ટી સ્ટોલ.