અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધુ કપરી પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ વિડિયો કોન્ફરન્સિંગથી આ હોસ્પિટલ નિહાળી હતી, અને તમામ સગવડો અંગે માહિતી મેળવી હતી.
અમદાવાદના સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે નવી હોસ્પિટલ ઉભી કરાઈ છે, કેવી છે હોસ્પિટલ જૂઓ વીડિયો… - સિવિલ હોસ્પિટલ વિડીયો
કોરોનાને લઇને આગામી દિવસોમાં વધુ કપરી પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ વિડિયો કોન્ફરન્સિંગથી આ હોસ્પિટલ નિહાળી તમામ સગવડો અંગે માહિતી મેળવી હતી
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જી. એચ. રાઠોડે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલની તલસ્પર્શી વિગતો મુખ્યપ્રધાનને જણાવી હતી, જેમાં આઇ.સી.યુ., વેન્ટીલેટર, એક્સ -રે મશીન, ડાયાલિસિસ, દર્દીઓને રહેવા તથા જમવાની સુવિધાઓ અંગેની જાણકારી આપી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ ટૂંકાગાળામાં કોરોના માટેની જ યુધ્ધના ધોરણે ઉભી કરાયેલ અલાયદી હોસ્પિટલ તથા તેની તૈયારીઓને સંપૂર્ણ ઓપ આપવા માટે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યાં હતાં.
મેડિકલ વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે મુખ્યપ્રધાનને વિવિધ વિભાગોમાં ઉભી કરાયેલ સગવડો વિશેની માહિતી આપી હતી. આ વેળાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.