અમદાવાદમાં 5 વર્ષની બાળકી સાથે 46 વર્ષના હેવાને કર્યા શારીરિક અડપલા - latest crime news of gujarat
અમદાવાદ: શહેરમાં દુષ્કર્મના બનાવો ડગલેને પગલે વધી રહ્યા છે ત્યારે ખાડિયા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી સાથે 46 વર્ષના આધેડે શારીરિક અડપલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ અંગે બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
શહેરના ખાડિયા વિસ્તારમાં અફજલ ખાનના ટેકરા પાસે રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકી તેના ફોઈ સાથે સારંગપુર ખાતે સાંતા ક્લોઝ જોવા માટે ગઇ હતી. ત્યાંથી પાછા ફરતી વખતે પ્રવીણચંદ્ર નામના એક ઇસમે સારંગપુર ચકલા ખાતે ઘાસિરામની પોળના નાકા પાસે આગળ આવીને બાળકીને પીઠના ભાગે છાતીના ભાગે હાથ ફેરવ્યો. એટલેથી પણ ન અટકતા બાળકીને તેના ફોઈ પાસેથી ઝૂંટવીને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવવા માંડ્યો હતો. આથી બાળકીના ફોઈ દ્વારા પરિવારને જાણ કરાતા બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.