ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યુવતીની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરનારની ધરપકડ - ઈ.સી એન્જીનિયર

અમદાવાદ: સાઇબર ક્રાઈમ બ્રાંન્ચે અર્પિત રાવલ નામના એક યુવકની ધરપકડ કરી હતી. નરોડા વિસ્તારનો રહેવાસી યુવક ઈ.સી એન્જીનિયરમાં અભ્યાસ કરે છે અને તે તેના જ એક ગામની યુવતી અને તેના મંગેતરને ઇન્સ્ટાગ્રામ પર ફોટો આઈડી બનાવીને હેરાન કરતો હતો. જેના પગલે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Sep 24, 2019, 6:52 PM IST

ફરિયાદી યુવતિએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે અજાણ્યા વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં ખોટું આઈડી બનાવીને ફરિયાદી અને તેના મંગેતરને ખરાબ મેસેજ કરી હેરાન કરે છે. જેથી તેની સગાઈ તૂટી શકે, જેથી પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા સાત મહિનાથી પરેશાન કરી રહયો હતો. આરોપી ફરિયાદીનાં મંગેતરને મેસેજ કરતો હતો કે યુવતી ખરાબ છે અને તેના સંબંધો અલગ અલગ લોકો સાથે છે. આરોપીને ફરિયાદી યુવતી સાથે અગાઉ મૈત્રીના સંબંધ પણ હતાં.

અમદાવાદમાં યુવતીની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરનારની ધરપકડ
આરોપી અને ફરિયાદી એક જ ગામનાં છે. ફરિયાદી CAનો અભ્યાસ કરે છે. આરોપીને ખ્યાલ આવ્યો કે, તે જેને પ્રેમ કરે છે તેની સગાઈ અન્ય સાથે થઇ ગઇ છે. જેથી તેની સગાઈ તૂટી જાય તે હેતુથી તેને આવું કૃત્ય કર્યું હતું. આરોપી અને ફરિયાદી એક બીજાને ઓળખતા હતાં. પરંતુ, આરોપીને ફરિયાદી સાથે પ્રેમ હતો જેના કારણે તેને 2 ફેક આઈ ડી બનાવ્યાં હતાં. જો કે આ મામલે ફરિયાદી યુવતીને શક જતા આરોપી સાથે વાત પણ કરી હતી. પરંતુ, તેને ફેક આઈ ડી બનાવ્યાંની વાતને નકારી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details