- વડાપ્રધાનની મુલાકાતને લઈ રિવરફ્રન્ટની કિલ્લેબંધી કરાઈ
- સાબરમતી નદીમાં કોસ્ટલ પોલીસની બોટથી પેટ્રોલીંગ કરાશે
- બોટ કંડલાથી અમદાવાદ લવાઈ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનના કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ અને રોડ પર પોલીસનું સતત પેટ્રોલિંગ અને પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સાબરમતી નદીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા માટે દરિયામાં પેટ્રોલિંગ માટે વપરાતી બોટ કંડલાથી અમદાવાદ લાવવામાં આવી છે. ગુજરાતના કંડલા કોસ્ટલ પોલીસની એક બોટ આજે અમદાવાદ લાવવામાં આવી છે.
ફાયરબ્રિગેડના કર્મચારીઓની સાથે પોલીસ નદીમાં સતત પેટ્રોલિંગ કરશે
વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ સાબરમતી નદીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નદીમાં રેસ્કયૂ બોટમાં તેમજ કોસ્ટલ પોલીસની બોટમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે-સાથે અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો પણ સતત નદીમાં પેટ્રોલિંગ કરશે.