ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના ઇતિહાસમાં ગુજરાત કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય (Gujarat Pradesh Congress Office) ખાતે આજે (ગુરુવારે) કૉંગ્રેસની ચૂંટણીલક્ષી મહત્વની બેઠક (Congress Marathon Meeting) યોજાય હતી. જેમાં AICCના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ મેરોથોન બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને એક્ટિવ થઈ કામ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતના ઇતિહાસમાં ગુજરાત કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણય
ગુજરાતના ઇતિહાસમાં ગુજરાત કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણય

By

Published : Aug 4, 2022, 5:13 PM IST

Updated : Aug 4, 2022, 5:55 PM IST

અમદાવાદઃગુજરાત કોંગ્રેસની આજે મેરેથોન બેઠક (Congress Marathon Meeting)હતી. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસે ઐતિહાસિક (Gujarat Congress )નિર્ણય કર્યો છે. જેમાં વિધાનસભા 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઈને એક્ટિવ થઈ કામ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ'અબકી બાર 125 કે પાર' સાથે કૉંગ્રેસ ઉતરશે ચૂંટણીના મેદાનમાં, આજે મેરેથોન બેઠક

ઉમેદવારના નામ કોંગ્રેસે ફાઇનલ કર્યા -ગુજરાત કોંગ્રેસની આજે મેરેથોન બેઠકનું આયોજન થયું હતું. જેમાં AICCના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જબજસ્ત એક્ટિવ થઈ છે. બેઠકમાં ઉપસ્થિત વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસે પણ ઉમેદવારોની પહેલી સૂચિ તૈયાર કરી દીધી છે. જેમાં 58 ઉમેદવારના નામ કોંગ્રેસે ફાઇનલ કર્યા છે. જે છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના નામની યાદી જલ્દી જાહેર કરશે તેવું જાણવા મળ્યું છે. હાલ તૈયાર કરવામાં આવેલ ઉમેદવારનું પ્રથમ લિસ્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે. ત્યારે ગમે તે ઘડીએ કોંગ્રેસ હાઇકમાન્ડ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે.

આ પણ વાંચોઃરાહુલ ગાંધી કહ્યું "હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી," "લોકશાહી અને સૌહાર્દની રક્ષા માટે લડીશ"

કોંગ્રેસ ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી શકે -ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોંગ્રેસ આટલું જલ્દી લિસ્ટ જાહેર કરી શકે છે. જે અંગે થઈ કોંગ્રેસના સિનિયર નેતાઓમાં પણ તાલાવેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ તૈયાર કરેલા નામોના ઉમેદવારોને ઔપચારિક વાતચીત કરીને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કામગીરી શરૂ કરવા આદેશ કરી દીધા છે.

Last Updated : Aug 4, 2022, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details