ગુજરાત

gujarat

ETV Bharat / state

BRTS Accident : સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત - a man dies in accident with brts bus

અમદાવાદમાં પલ્લવચાર રસ્તા ઉપર BRTS બસ અને સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ફેરિયાવાળા જલુભાઈ દેસાઈનું ઘટના સથળે જ મોત થયું હતું.

સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત
સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત

By

Published : Jul 14, 2021, 12:23 PM IST

Updated : Jul 14, 2021, 1:38 PM IST

  • પલ્લવ ચાર રસ્તા BRTS અને ફેરિયાવાળા વ્યક્તિ વચ્ચે અકસ્માત
  • ફેરિયાવાળા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
  • ડ્રાઇવર પોલીસની અટકાયતમાં છે અને તેની સામે કાર્યવાહી કરાઇ રહી

અમદાવાદ : શહેરના રસ્તાઓ ઉપર BRTS બસ જાણે કાળ બનીને ફરતી હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. આજે ફરીવાર પલ્લવચાર રસ્તા ઉપર BRTS બસ અને સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ફેરિયાવાળા જલુભાઈ દેસાઈનું ઘટના સથળે મોત થયું હતું. આ ઘટના સવારે 6:30 વાગ્યાની છે. જયારે જલુભાઈ રોજની જેમ સામાયિક પત્રો વેચીને પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમને અકસ્માત નડતા તેમનું મોત થયું હતું.

આ પણ વાંચો : અમદાવદમાં વધુ એક બીઆરટીએસ બસ અકસ્માત, બે પેસેન્જરને સામાન્ય ઇજા

શું કહે છે અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજર વિશાલ ખનામા ?

ETV ભારત સાથે વાતચીત કરતા અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, પેપર ડિલિવર કરતા અંકુર તરફથી આવી રહ્યા હતા અને તેમનો અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. પોલીસ વિભાગ તરફથી CCTV કેમેરા તપાસ કરવાની કામગીરી ચાલી રહી છે અને બસના ડ્રાઇવરને પોલીસ હાલ લઇ ગઈ છે. વધુમાં તપાસ હાલ ચાલી રહી છે.

આ પણ વાંચો : સુરતમાં BRTS બસે સગર્ભાને અડફેટે લીધી, લોકોમાં ભારે રોષ

અકસ્માત પછી બસનો ડ્રાઇવર ઘબરાઇને બસ ઉપર ચઢી ગયો

બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થતા બસ ડ્રાઇવર ઘબરાઈ જતા તે બસની ઉપર ચઢીને બેસી ગયો હતો. અકસ્માતને કારણે ભેગા થયેલા લોકોમાં પણ રોષ ભરાયો હતો. આ મુદ્દે વાયરલ થયેલા એક વિડીઓમાં અન્ય વ્યક્તિ તેને ટકોર કરતા પણ નજરે પાડે છે. જોકે, હાલ ડ્રાઇવર પોલીસની અટકાયતમાં છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 14, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details