અમદાવાદમાં મ્યુનિસિપલની મેલેરિયા વિભાગની ટીમે સ્કૂલ, હોસ્પિટલો, દુકાનોમાં મચ્છરના બ્રિડિંગના તપાસ હાથ ધરી હતી. જેમાં બોડકદેવમાં આવેલી પ્રાઇડ હોટેલ, મણિનગર સ્વામિનારાયણ મંદિર, વસ્ત્રાપુર R3 મોલ, મુક્તમપુરા FD સ્કુલ, સાબરમતી ખેતી નિયામક ઓફિસ, ચાંદખેડા સામર્થ બાંધકામ સાઇટ, તેમજ ચાંદલોડિયા કોરસ એક્ઝોટીકા સાઇટ પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવી હતી. તમામને નોટિસ આપી અને 20 હજારથી એક લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રોગચાળાને કાબુમાં લેવા તંત્ર એલર્ટ, અમદાવાદમાં મેલેરિયા વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું - મેલેરિયા વિભાગ
આમદાવાદ: ગુજરાતને 2022 સુધીમાં મેલેરીયા મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદમાં મ્યુનિસિપલ મલેરિયા વિભાગની ટીમે 292 એકમનું ચેકિંગ કર્યું હતું. જેમા 137ને નોટીસ ફટકારવામાં આવી અને 3.60 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.
મેલેરિયા
આ ઉપરાંત વટવામાં આવેલી રૂપ વાટિકા અને એવન્યુ નામની સાઈટ અને દરિયાપુર કટારિયા ઓટો મોબાઇલ શોરૂમમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા હેલ્થ વિભાગે તેને સીલ મારી દેવામાં આવ્યું હતું. તેમજ મણિનગર સ્વામિનારાયણ મંદિર માંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા નોટિસ આપી પાંચ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.