અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપ 2023ની સૌથી મોટી રાઈવલરી મેચ રમાઈ રહી છે, ત્યારે આજે અમદાવાદ સ્ટેડિયમ બહારના રસ્તાઓ બ્લ્યુ દરિયામાં ફેરવાઈ ગયા હોવાના દ્ર્શ્યો જોવા મળ્યાં હતાં. જ્યારે અનેક પ્રેક્ષકો જે ગુજરાત બહારથી આવ્યા હતાં. તેઓ વહેલી સવારથી જ મોદી સ્ટેડિયમ આવી પહોંચ્યાં હતા. જ્યારે અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાંથી લોકો સવારે 11 વાગ્યા બાદ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા બાદ સ્ટેડિયમની બહાર મોટી માનવમેદની એકત્રિત થવા લાગી હતી. ખાસ કરીને મોટાભાગના લોકો ટીમ ઈન્ડિયાના સમર્થનમાં ટીમ ઈન્ડિયાની બ્લ્યૂ જર્સી પહેરીને આવ્યાં હતાં.
india pakistan match: મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટપ્રેમીઓનો સૈલાબ, વિરાટ કોહલીનો ડુપ્લીકેટ બન્યો આકર્ષણનું કેન્દ્ર - india pakistan match
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપ 2023ની હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે, ત્યારે આ મેચને લઈને ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશમાંથી ક્રિકેટરસિકો ઉમટી પડ્યાં હતાં, કેટલાંક લોકોએ તો વહેલી સવારથી જ સ્ટેડિયમ પરિસરમાં ધામા નાખી દીધા હતા. 11 વાગ્યા સુધીમાં તો સ્ટેડિયમ પરિસર ક્રિકેટપ્રેમીઓથી ભરચક થવા લાગ્યું હતું, એમાં પણ ટીમ ઈન્ડિયાની જર્સીમાં આવેલા કેટલાંક લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જ્યારે કેટલાંક બાળકો અને યુવતીઓ પોતાના ગાલ પર ત્રિરંગો પેઈન્ટ કરેલા જોવા મળ્યાં, આ બધાની વચ્ચે એક વિરાટ કોહલીનો ડુપ્લીકેટ યુવક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
Published : Oct 14, 2023, 3:35 PM IST
વિરાટ કોહલીનો ડુપ્લીકેટ: ક્રિકેટપ્રેમીઓના ક્રાઉડ વચ્ચે સ્ટેડિયમ પરિસરમાં વિરાટ કોહલીનું નામ વધારે ચર્ચાતુ હતું. ત્યારે મોદી સ્ટેડિયમની બહાર હુબહુ વિરાટ કોહલી જેવો દેખાતો ચંદીગઢનો એક યુવક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિરાટ કોહલીના આ ડુપ્લીકેટે ખુબ કુતુહલ જગાવ્યું હતું અને લોકોએ પણ આ યુવકને ઘેરી લીધો હતો અને તેની સાથે સેલ્ફીઓ તસ્વીરો ખેંચાવી હતી. વિરાટ કોહલીના આ ડુપ્લીકેટે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું પહેલેથી જ વિરાટ કોહલીનો ફેન છું અને આજની મેચમાં વિરાટ કોહલી સારું પ્રદર્શન કરશે, સાથે જ ભારત 300 થી વધુ સ્કોર કરીને ભારત મેચ જીતશે તેવો આશાવાદ પ્રગટ કર્યો હતો.
અવનવી વેશભૂષામાં ક્રિકેટ રસિકો: અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચમાં અનેક યુવકો અને યુવતીઓ અવનવી વેશભુષા સાથે જોવા મળ્યા હતાં. બહારના રાજ્યમાંથી આવેલા એક યુવકે પોતાની ટાલ પર ત્રિરંગો દોરાવ્યો હતો. જ્યારે પાછળની બાજુ કલરથી INDIA લખાવ્યું હતું. જ્યારે સ્ટેડિયમની બહાર કેટલીક યુવતી, બાળકો ગાલ પર ત્રિરંગા દારાવેલા જોવા મળ્યાં હતાં. આ વચ્ચે કેટલાંક પાકિસ્તાનના ફેન્સ પણ આ રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને સપોર્ટ કરવા માટે આવ્યા હતા.