અમદાવાદઃઅમદાવાદમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદનો અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ કેસમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ કેસમાં SITની રચના કરીને તપાસ કરવામાં આવશે. આ કેસને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલ સાંજ સુધી તમામ રિપોર્ટ મેળવી લેવામાં આવશે. બંને પિતા પુત્ર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાની તપાસમાં 5 PI,3 DCP જોઈન્ટ CP જોડાશે. ગુરૂવારે સાંજના 5 વાગ્યા પહેલા રિપોર્ટ માંગવામાં આવ્યો છે. FSL રિપોર્ટ આવતીકાલ સાંજ સુધીમાં આવી જશે.
આવું બન્યુઃબુધવારની મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પરથી જઈ રહેલા ડમ્પરની પાછળ મહિન્દ્રા ઠાર ગાડી ઘુસી ગઈ હતી. જે અકસ્માતને જોવા માટે ટોળું એકત્ર થયું હતું, જોકે તે સમયે જ કર્ણાવતી કલબ તરફથી 160 કિલોમીટરથી પણ વધુ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ટોળાને અડફેટે લેતા તમામ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. 8 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને લઈને રાજ્યના મુખ્યપ્રધાને આર્થિક રીતે સહાય જાહેર કરી દીધી છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે. મીડિયા રીપોર્ટ અનુસાર ગોતા પ્રજ્ઞેશ પટેલના પુત્ર સાથે એક યુવતી અને એક યુવક કારમાં સવાર હતા. 2020 પ્રજ્ઞેશ પટેલની દુષ્કર્મ કેસમાં આરોપી હોવાની વાત સામે આવી છે..
Ahmedabad Fatal Accident: ઈસ્કોન બ્રીજ પર જીવલેણ અકસ્માત, 9 વ્યક્તિઓના મૃત્યુ નવ વ્યક્તિઓના મોતઃઅમદાવાદના ઈસ્કોન બ્રીજ પર જીવલેણ અકસ્માત થયો છે. જેમાં કુલ 9 વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા છે. આ અકસ્માતમાં ઈજા પામેલા લોકોને નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત જોવા માટે ઊભા રહેલા લોકો પર એક કાર ચાલકે કાર ચડાવી દીધી હતી. SUV અને ડમ્પર વચ્ચે અકસ્માત થયા બાદ એક જેગુઆર કાર ચાલકે અકસ્માત કર્યો હતો. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક તથ્ય પટેલ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં બે પોલીસ કર્મીઓ પણ મૃત્યું પામ્યા હોવાના રીપોર્ટ મળ્યા છે. જે યુવકો હતા એ બોટાદ અને સુરેન્દ્રનગરથી ભણવા માટે આવ્યા હતા.
Ahmedabad Fatal Accident: ઈસ્કોન બ્રીજ પર જીવલેણ અકસ્માત, 9 વ્યક્તિઓના મૃત્યુ 15 લોકોને ઈજાઃ સૌથી પહેલા મહિન્દ્રા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. એ પછી એ અસ્માત જોવા માટે ભેગા થયેલા ટોળા પર એક જેગુઆર કાર ચાલકે કાર ચલાવી દીધી હતી. જેના કારણે 9 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. 40થી 50 લોકોનું ટોળું ઈસ્કોન બ્રીજ પર એકઠું થયું હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં બ્રીજ પર મૃતદેહ દૂર દૂર સુધી પડ્યા હતા. આશરે 15 લોકો ઈજા પામ્યા છે. ટ્રાફિક વિભાગના પોલીસ કર્મી તપાસ હેતું આવેલા હતા એનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું છે. આ અકસ્માતને અત્યાર સુધીનો સૌથી ભયાનક અકસ્માત માનવામાં આવે છે.
મેડિકલ ઓફિસરની વાતઃ સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ક્રિપા પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક ધોરણે 12 લોકોને હોસ્પિટલમાં સારવાર હેતું લાવવામાં આવ્યા હતા. જેમાંથી 9 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ડૉક્ટર દિપિકાસિંહે જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ પાસે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 12 વ્યક્તિઓને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી આઠ દર્દીને ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભી ઇજાગ્રસ્ત હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ થોડાક સમય બાદ તેનું પણ મોત થયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સોલા સિવિલમાં નવ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની ઓળખ હજુ બાકી છે. આ તમામ મૃતોકોની પીએમ કરવામાં કામગીરી ચાલી રહી છે.
મારા વિસ્તારમાં ગત રાત્રે જે અકસ્માત થયો છે એમાં એક જેગુઆર કારવાળાએ ઓવરસ્પીડને કારણે અન્ય લોકોને માર્યા છે. 10 જેટલા લોકોને ઈજા પહોંચાડી છે. કાર ચાલક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અમારી નજરમાં છે. તબીબો કહેશે પછી અમે એની ધરપકડ કરીશું. જે વ્યક્તિઓનું મૃત્યું નીપજ્યું છે એમને પ્રત્યે મારી સંવેદના છે. આ માટે અમે કાયદા અનુસાર જે તપાસ છે એ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. તમામ મૃતકોને ન્યાય મળે એવો અમારો પ્રયાસ છે.---નીતા દેસાઈઃ ડીસીપી ટ્રાફિક વેસ્ટ
નીલેષ ખટીક મારો ભત્રીજો છે, હોમગાર્ડમાં સર્વિસ કરે છે. છ વર્ષથી ફરજ બજાવે છે. ચા પીવા ગયા અને જોયું તો અકસ્માત થયો હતો. એ બિચારો તો મદદ કરવા માટે દોડ્યો હતો. પાછળથી ગાડી આવી તો 15 જેટલા લોકોને ઉડાવી દીધા. 9ના તો મોત છે. આઠ લોકોને ઈજા પહોંચી છે. આ ડ્રાઈવરને સજા મળવી જોઈએ. છોકરાને મોટા કરતા કેવી હાલત ખરાબ થાય એ તો સમજો, એના માતા પિતાનું તો વિચારો. આને સજા મળવી જોઈએ.---દિલિપ ચંદેલ, (મૃતકના સ્વજન)
Ahmedabad Fatal Accident: જીવ ગુમાવનાર બે પોલીસકર્મી ગોઝારો હાઈવેઃઅમદાવાદનો એસ.જી હાઈવે પર ફરી વાર મોતનો માર્ગ બન્યો છે. એસ.જી હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક બેનહીં પરંતુ 10 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પર સામેલ છે. ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર પુરઝડપે આવતી કાર ઘુસી જતા ઇસ્કોન બ્રિજ પર લાશોનો ખડકલો જોવા મળ્યો હતો.
મૃતકોની યાદીઃઆ ઘટનામાં મોતને ભેટેલા 7 લોકોના નામ અત્યાર સુધી સામે આવ્યા છે જેમાં અક્ષય ચાવડા (બોટાદ), કૃણાલ કોડીયા (બોટાદ), અમન કચ્છી (સુરેન્દ્રનગર), અરમાન વઢવાણિયા (સુરેન્દ્રનગર), નીરવ (અમદાવાદ), ધર્મેન્દ્રસિંહ (અમદાવાદ- પોલીસ કોન્સ્ટેબલ). રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, બોટાદના), અક્ષર પટેલ (ઉ.વ.21, બોટાદના), કૃણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ.23, બોટાદના). નિરવભાઈ (ઉ.વ.23), નિલેશ ખટીક (ઉ.વ.23), ધર્મેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.40). આ અકસ્માત સર્જનાર જેગુઆર કારના ચાલક સહિત 15 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તમામને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેગુઆર કારમાં એક યુવતી સહિત 4 લોકો હોવાનું સામે આવ્યું છે. જેમાં મિજાન શેખ અને નારણ ગુર્જરને સારવાર માટે ખસેડયા છે. જ્યારે એક યુવતી ફરાર છે. પોલીસે જણાવ્યું કે, ચાલકે કોઈ દારૂ પીધો ન હતો.
પ્રત્યક્ષ દર્શીઃઈસ્કોન બ્રીજ પર ઊભા રહેલા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા એક થાર ગાડી ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માત જોવા માટે બીજા લોકો એકઠા થયા હતા. એ સમયે જેગુઆર ગાડીએ ઊભા રહેલા લોકો પર કાર ચલાવી દીધી હતી. જેમાં લોકો 25 ફૂટ જેટલા ફંગોળાયા હતા. અન્ય લોકોએ ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા સેકટર 1 JCP નિરજકુમાર બડગુજર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો છે.
પોલીસકર્મીનું મોતઃમોડી રાત્રે ઘટના સમયે સ્થળ પર પહોંચેલા ટ્રાફિક ACP એસ.જે મોદીએ જણાવ્યું હતું કે રાત્રે એકાદ વાગે આસપાસ ઇસ્કોન બ્રિજ પર એક થાર જીપ ડમ્પરમાં ઘુસી જાય છે, જે અકસ્માતની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ટોળું પર ભેગું થયું હતું. આ દરમિયાન એક જેગુઆર ગાડી પુરઝડપે આવી અને પોલીસ તેમજ 15-20 લોકોના ટોળાને અડફેટે લેતા જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળ પર જ 6 લોકો મોતને ભેટયા છે, અને અન્ય ઇજાગસ્તો સારવાર માટે લઈ જવાયા છે. આ ઘટનામાં એસજી 2 ટ્રાફિકના પોલીસકર્મીનું પણ મૃત્યુ થયું છે. હાલ ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા લોકોની ઓળખ વિધિ ચાલુ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને બોટાદથી અમદાવાદ ભણવા માટે આવ્યા હોવાનું ખુલ્યું છે. કાર ચાલક પણ ઇજાગ્રસ્ત છે. હાલ તમામ બાબતે તપાસ ચાલુ છે.
- Gandhinagar News : કબૂતરબાજીમાં દિલ્હીથી વધુ એકની ધરપકડ, પ્રતિ પ્રવાસીને સાચવવાના મળતા હતા 25,000 રૂપિયા
- Surat Crime News : સુરત ક્રાઈમ બ્રાંચની સફળતા, 25 વર્ષ બાદ ઝડપાયો હત્યાનો આરોપી