- પ્રધાનમંડળે બે મિનિટનું મૌન પાળી કેશુભાઇને આપી શ્રદ્ધાંજલિ
- મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઇ પ્રધાનમંડળની બેઠક
- કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે થયું દુઃખદ અવસાન
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો - સોમનાથ ટ્રસ્ટના ચેરમેન
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય પ્રધાનમંડળની મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ કેશુભાઇ પટેલના અવસાન અંગે ઊંડા ખેદ અને દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી હતી. રાજ્ય પ્રધાનમંડળ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવસભર શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો.

ગુજરાતના મુખ્યપ્રધાન
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ CM અને રાજ્યના અગ્રણી રાજનેતા કેશુભાઈ પટેલનું સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગુરુવારે 92 વર્ષની વયે થયેલા દુઃખદ અવસાનની પ્રધાનમંડળે ઉંડા ખેદ સાથે નોંધ લીધી છે. કેશુભાઈ પટેલનો જન્મ 24મી જુલાઈ, 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે થયો હતો. તેઓ માત્ર 17 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં જોડાયા હતાં.
અમદાવાદ - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો
અમદાવાદ - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો