ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પ્રવેશતા સનાથલ ચોકડીએ કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ, ત્રણ દિવસમાં 1700 ટેસ્ટ થયા - Municipal Corporation

સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સનાથલ ચોકડી પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

 સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ, ત્રણ દિવસમાં 1700 જેટલા ટેસ્ટ કરાયા
સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ, ત્રણ દિવસમાં 1700 જેટલા ટેસ્ટ કરાયા

By

Published : Jul 19, 2020, 1:36 PM IST

  • 1700 જેટલા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયા
  • સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ
  • 1500થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા
  • ત્રણ દિવસમાં 1700 જેટલા ટેસ્ટ કરાયા
  • રોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો

અમદાવાદઃ રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી. બસ તથા ખાનગી વાહનોમાં આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હેલ્થ ચેકપોસ્ટ પર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 1500થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 1700 જેટલા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયા છે તેમ ફરજ પરના ડો.શરદ ગોહિલે જણાવ્યું હતું.

સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ, ત્રણ દિવસમાં 1700 જેટલા ટેસ્ટ કરાયા

તેમણે જણાવ્યું કે, શહેરમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર જ કોરોનાનું ટેસ્ટિંગ કરવાનો નવતર અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. સનાથલ ચોકડી ખાતે ઉભી કરાયેલ હેલ્થ ચેકપોસ્ટ ખાતે કોર્પોરેશનની સાત ટીમ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તથા વારાફરથી વાહનમાં સવાર પ્રવાસીના ટેસ્ટિંગ કરવામાં આવે તે માટેનો જરૂરી સહકાર આપવામાં આવી રહ્યો છે.

સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ, ત્રણ દિવસમાં 1700 જેટલા ટેસ્ટ કરાયા

રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા અહીંયા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં શંકાસ્પદ જણાતા પ્રવાસીઓને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવે છે, ત્યારબાદ કોરોનાની સઘન સારવાર આ પ્રવાસીઓને આપવામાં આવે છે. આમ, કોરોનાનું શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે ધન્વંતરી રથ, ઘરે- ઘર સર્વેલન્સ સાથે હવે શહેરમાં બહારગામથી આવતા પ્રવાસીઓનુ કોરોના ટેસ્ટિંગ થાય તે માટે આ હેલ્થ ચેક પોસ્ટ ઉપયોગી સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details