અમદાવાદઃ વર્ષ 2016માં પાકિસ્તાનના કરાંચીમાં રહેતા સજાદ વોરાએ તેમના સબંધીઓને મળવા માટે સુરત આવ્યો હતો. જે બાદ સજાદ મુંબઈમાં લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર તેની પાસેથી નકલી ભરતીય ચલણી નોટો મળી આવી હતી, અને ત્યારપછી સુરત ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો હતો. જો કે, તેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટને આદેશને પડકારતા હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ રાહત મેળવ્યા બાદ પાકિસ્તાની નાગરિકે વતન પરત જવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન સજાદના વિઝા એક્સપાઈયર થઈ જતાં તેને પોલીસ પાસેથી NOC મેળવવુ જરૂરી હતું. NOC મેળવ્યા વગર સજાદ ઘરે પરત ફરી શકશે નહિ. વિદેશી નોંધણી કચેરી દ્વારા NOC મેળવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસ દ્વારા NOC આપવામાં આવ્યું ન હતું.