- માંડલ મેઘમણી સ્કૂલમાં રક્તદાન શિબિર યોજાઈ
- ભાજપ સંગઠનના યુવા મોરચા અને અનુ.જાતિ મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
- 100 બોટલ રક્ત બોટલોનો ટાર્ગેટ પૂરો કરાયો
- માંડલ ભાજપ સંગઠનના યુવા અને અનુ.જાતિ મોરચા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો
અમદાવાદ : ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહની કેન્દ્રમાં ભાજપ સરકારના સુશાસનના 7 વર્ષ પુર્ણ થતાં ગુજરાત ભાજપ દ્વારા દરેક ભાજપ શાસિત તાલુકા અને શહેરોમાં રક્તદાન કેમ્પ કરવાનું આવાહ્ન કરાયું હતું. જેના ભાગરૂપે આજે મંગળવારે તા.7 જૂને માંડલના મેઘમણી સંસ્કારધામ હોલમાં ભાજપ સંગઠનના યુવા મોરચા અને અનુસુચિત મોરચા દ્વારા થેલેસેમીયાના દર્દીઓ અને બાળકો માટે રક્તદાનનું આયોજન કરી સેવારૂપી યજ્ઞમાં સૌ કાર્યકરોએ પોતાની આહુતિ હોમી હતી.
આ પણ વાંચો : વિરમગામ APMCમાં ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અનુ.જાતિના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ પ્રદ્યુમન વાઝા, પુર્વ ધારાસભ્ય વર્ષા દોશી તેમજ તેજશ્રી પટેલ, અનુ.જાતિના પ્રદેશ મંત્રી નરેન્દ્ર પરમાર, પુર્વ ધારાસભ્ય વજુ ડોડીયા, અમદાવાદ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ રણધિરસિંહ પઢેરીયા, અનુ.જાતિના પ્રમુખ ધીરજ રાઠોડ, અમદાવાદ જિ.પં.ના સદસ્ય ભીખાભાઈ અને બાબુભાઈ, અમદાવાદ મંત્રી કિર્તીબેન આચાર્ય, જિલ્લા મહામંત્રી નવદિપ સિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યાં હતા.