ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓનલાઇન શિક્ષણની આડઅસર: ઓનલાઇન ભણતી સગીરાએ પોતાના ગુપ્ત ભાગના ફોટા સોશિયલ મીડિયામાં કર્યા અપલોડ - Side effects of online education

અમદાવાદ શહેરમાં ઓનલાઈન અભ્યાસના બહાને એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. તેનાં માતા-પિતાને આ બાબતની જાણ થતાં જ બન્નેને હાર્ટ-એટેક આવી ગયો હતો. તેમની સમજાવટ બાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી પરંતુ સગીરાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાની અને માતાની હાજરીમાં જ હવે ઓનલાઇન અભ્યાસ કરવાની બાંયધરી આપતાં તેને રાખવા તૈયાર થયાં હતાં.

Ahmedabad News
Ahmedabad News

By

Published : Aug 29, 2021, 5:41 PM IST

  • ઓનલાઇન શિક્ષણની આડઅસર
  • સગીરાએ પોતાના ગુપ્તભાગના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા
  • પોતાની માસીની દીકરીને આવું કરવા કહેતા તેણીએ પરીવારને જાણ કરી

અમદાવાદ: શહેરના એક વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેનાં માતા-પિતા સાથે રહે છે. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો. જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે એના માટે એક પર્સનલ રૂમ પણ આપ્યો હતો. ધીરે ધીરે અભ્યાસ કરવાની જગ્યાએ ફોનનો તેણે દુરુપયોગ શરૂ કર્યો હતો. એકલતાનો લાભ લઈને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ પાડી શેર કરતી હતી. ધીરે ધીરે તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતાં તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા. એને કારણે તેની પોસ્ટ પર છોકરાઓની ગંદી કોમેન્ટ પણ આવવા લાગી હતી. સગીરા આ રીતે કરવા લાગી અને ત્યારે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધતા તેને આ વીડિયો બનાવવામાં મજા આવતી હતી.

કોરોનાકાળમાં એક વર્ષમાં આવા 50 થી વધુ કેસ સામે આવ્યા

Etv bharat એ અભ્યમ ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે, સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ વાત શેર કરી અને તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટોઝ પાડીને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું પણ માસીની દીકરીએ આ અંગે પોતાનાં માતા-પિતાને જાણ કરી હતી. હાલમાં માત્ર સગીરાને સમજાવીને સમજૂતી કરવામાં આવી છે.

મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું

મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી આવી હરકતો ન કરવા સમજાવી હતી. દીકરીની હરકતોને જોઈ માતા-પિતાએ તેને રાખવાની ના પાડી દીધી હતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ્સ વિશે જણાવ્યું હતું. સગીરાને પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી દીધું હતું. જ્યાં સુધી પોતાનાં માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહિ વાપરે, માતાની હાજરીમાં જ મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે એવી તેણીએ બાંયધરી આપી હતી. આમ હેલ્પલાઇનની ટીમે સગીરાને સેક્સ્યૂઅલ પ્રવૃત્તિ અને સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન શિક્ષણમાં નાના બાળકો મોબાઈલનો દૂરઉપયોગ કરી રહ્યા છે. કોરોનાકાળમાં એક વર્ષમાં આવા 50 થી વધુ કેસ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details