ગુજરાત

gujarat

ETV Bharat / state

સાણંદ તાલુકાના અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ આપતી 19 વર્ષની નિધિ - yog learning

અમદાવાદના સાળંદના નળકાંઠાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક શાળાઓના ભુલકાઓ શીખી રહ્યા છે યોગ... વાંચો આ ખાસ એહવાલ...

By

Published : Jun 19, 2020, 8:32 PM IST

અણદાવાદ: રાજ્ય- દેશ સહિત સમગ્ર વિશ્વમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ યોગનો મહિમા વર્ણવાયો છે.

સાણંદ તાલુકાના અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ આપતી 19 વર્ષની નિધિ

નિયમિત યોગાસન કરનારના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યાના સંખ્યાબંધ દાખલા છે. એટલુંજ નહી પરંતુ નિયમિત યોગથી લાંબી બીમારીઓમાંથી રાહત-મૂક્તિની સાથે મનની શાંતિ અને સમગ્રપણે તંદૂરસ્તી અનુભવાય છે.

સાણંદ તાલુકાના અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ આપતી 19 વર્ષની નિધિ

આમ “સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સુખદ જીવન” માટે યોગ એક પર્યાય બની ચુક્યો છે, ત્યારે ગામડા ગામમાં સામે ચાલીને જઈને બાળકોને યોગ શીખવાડવાનું બીડુ નિધિએ સ્વયં ઝડપ્યું છે.

સાણંદ તાલુકાના અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ આપતી 19 વર્ષની નિધિ
નિધિ બારોટ, આ નામ નળકાંઠાના અંતરિયાળ ગામોમાં બીજી રીતે ગુંજે છે. આ ગામોમાં થોડા સમય પહેલા યોગ એટલે શું એ બહુ ઓછા લોકો જાણતા હતા પણ આજે આ ગામોનો પ્રત્યેક વ્યક્તિ નિધિને વ્યક્તિગત રીતે ઓળખે છે. નિધિ બારોટ આમ તો ગામની ‘છોરી’ કહેવાય કારણ કે ગામમાં જ ઉછરી છે. નળકાંઠાના આંતરિયાળ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓના ભુલકાઓને યોગ શીખવાડવા જાય છે. આમ તો નિધિએ અભ્યાસમાં લકુલિશ યોગ યુનિવર્સીટીની વિદ્યાર્થી છે પણ અભ્યાસ સાથે સાથે આ ગામડાઓમાં બાળકોને યોગની તાલીમ આપવાનું કાર્ય હાથ ધરેલું છે. માનવ સેર્વા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ કહે છે કે, ‘ માનવ સેવા ટ્રસ્ટ અને બૉસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા સર્વગ્રાહી શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત નિધિ સાણંદ તાલુકાના અણિયારી, ઝાંપ, વનાળીયા, કુબા, કુંડલ, ગોવિંદા, ઉપરદલ, પાવા, મેલાસણા, રણમલગઢ, ખીચા, લેખમ્બા, શ્રીનગર, નાની કિશોલ, મોટી કિશોલ, કરનગઢ, લીલાપુર જેવા ગામમોમાં પ્રાથમિક શાળાઓમાં યોગની પ્રાથમિક તાલીમ આપે છે. નિધિનું આ કાર્ય સાચા અર્થમાં ઉમદા કાર્ય છે.

ABOUT THE AUTHOR

...view details