PCB ટીમને બાતમીન આધારે કાંકરિયા જુના ઢોર બજાર પાસે આવેલા મ્યુનિસિપલ ઓફિસર ફ્લેટમાં 1/10 નંબરના મકાનમાં મકાન માલિક દિપક રાવલ અને આશિષ ઠક્કર જુગારધામ પર દરોડા પાડ્યા હતા.જેમાથું પોલીસે જુગાર રમતા 15 શખ્સને રોકડ રૂ. 1.81 લાખ, 15 મોબાઈલ, 9 વાહનો સાથે ઝડપી લીધાં હતાં. પોલીસે આરોપી આશિષની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બહારથી ફોન કરી તે માણસોને જુગાર રમવા બોલાવતો હતો.
અમદાવાદમાં ભાડાના મકાનમાં જુગારનો અડ્ડો ઝડપાયો - અમદાવાદ
અમદાવાદઃ પીસીબીએ બાતમીના આધારે કાંકરિયા જુના ઢોર બજાર પાસે આવેલા મ્યુનિસિપલ ઓફિસર ફ્લેટમાં જુગારનો અડ્ડો ઝડપાયો છે. PCBની ટીમે બાતમીને આધારે રેડ પાડતા ભાડાના મકાનમાં જુગાર રમતા 15 લોકો ઝડપી પાડ્યા છે.
Ahmedabad
મકાનમાં જુગાર રમાડવા બદલ તેના મિત્ર દિપકને દરરોજના 2000 રૂપિયા ભાડું ચૂકવતો હતો. તેનો મિત્ર દિપક છેલ્લા 6 માસથી બીમાર છે અને પથારીવશ છે. આરોપી દિપક પાસે આવક ન હોવાથી તેના મિત્રને જુગાર રમવા મકાનમાં જગ્યા ભાડે આપી અને ભાડું લેતો હતો. હાલ આરોપી દિપક પથારીવશ હોવાથી તેની ધરપકડ નથી કરવામાં આવી તેમ પોલીસે જણાવ્યું હતું.