અમદાવાદ : શહેરના દૂધેશ્વર રોડ પર અચાનક આશરે 11:30 કલાકના સુમારે CNG ગેસનું ટેન્કર BRTSના (Tanker Overturned in Ahmedabad) માર્ગમાં ચાલી રહ્યું હતું. જ્યાં CNG ગેસ ભરેલા ટેન્કરના ટ્રાઈવરનું બેલેન્સ જતા BRTS ડિવાઈડરને ક્રોસ કરી ટેન્કર મેઈન રોડ પર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારી જતા આસપાસમાં વિસ્તારોમાં દોડધામ મચી ગઇ હતી. CNG ગેસ ભરેલા ટેન્કર પલટી મારી ગયું હોવાની માહિતી સ્થાનિક પોલીસ અને અમદાવાદ શહેર ફાયર વિભાગને થતાં ફાયરના વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
BRTS માર્ગ પર ટેન્કરે મારી પલટી ભયંકર અવાજથી ભય ફેલાયો - સ્થાનિક લોકોએ જણાવ્યું કે, CNG ગેસ ટેન્કરનો ડ્રાઈવર પૂરપાટ સ્પીડથી દૂધેશ્વર બ્રિજથી દિલ્હી દરવાજા જવાના રોડ પર BRTS માર્ગમાં ચલાવીને આવી રહ્યો હતો. જ્યાં અચાનક બેલેન્સ ન રહેલા ટેન્કર ડિવાઈડરને અથડાઈ રોડની સાઈડ (CNG Tanker Overturned) પલટી મારી ગયું હતું. જે દરમિયાન ભયંકર અવાજ આવ્યો હતો. બે મિનિટ માટે ભય જેવો માહોલ વિસ્તારમાં છવાઈ ગયો હતો. ત્યારબાદ ડ્રાઈવર ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે 108 માં સિવિલ મોકલવામાં આવ્યો હતો. જ્યારે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
CNG ગેસ ભરેલા ટેન્કરે મારી પલટી આ પણ વાંચો :Accident at Chhotaudepur: અસ્થિ વિસર્જન માટે ચાણોદ જતા જબૂગામ પાસે ખાનગી બસનો અકસ્માત
લોકોને દૂર રહેવા અપીલ - ફાયર વિભાગના અધિકારી (Ahmedabad Fire Department) ઓમ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદ શહેર ફાયર વિભાગને CNG ગેસ ભરેલા ટેન્કર પલટી મારી ગયું હતું. તેની માહિતી મળતા જ શાહપુર ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ CNG ટેન્કર પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. તો બીજી તરફ અન્ય ક્રેઇન મારફતે ટેન્કરનો ઉભું કરવું જરૂરી હતું. તેથી તરત ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે આસપાસમાં ભય ન ફેલાય તેના માટે પણ લોકોને દૂર રહેવા અને ઘરે જવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો :નરોલીમાં ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી મારતા લોકોએ ડીઝલ લૂંટવા કરી પડાપડી, જુઓ વિડીઓ...
CCTVમાં હકીકત - સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યું કે, કંટ્રોલમાં સમાચાર મળતા જ ઘટના સ્થળે (CNG Tanker Overturned in Dudheshwar) પહોંચ્યા હતા. ત્યાં ટેન્કરનું પાછળનું ટાયર સાથે વહીલ અલગ થઈ ગયું હતું. ડ્રાઈવર ઇજાગ્રસ્ત હોવાથી તેને પ્રાથમિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો છે. ટ્રાઇવરે નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ આસપાસ CCTV મેળવ્યા બાદ સમગ્ર હકીકત જાણવા મળી શકે છે.