અમદાવાદઃ પાલડી વિસ્તારના સત્વ ફ્લેટના છઠ્ઠા માળે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેટમાં ફસાયેલા 33 લોકોનુ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જેમાં 23 લોકોને ફ્લેટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. જ્યારે 10 લોકોને સુરક્ષિત સ્થળે ધાબે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ પાલડી વિસ્તારનામાં આગ, ફ્લેટમાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યુ
આમદાવાદના પાલડી વિસ્તારના સત્વ ફ્લેટમાં આગની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવામાં આવ્યો હતો. ફ્લેટમાં ફસાયોલા 33 લોકોનું સુક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
fire news
ફાયરની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાનું કારણ પ્રારંભિક તબક્કામાં શોટસર્કિટ માનવામાં આવી રહ્યું છે. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર ફાટવાના લીધે આગ લાગી હોવાનું મનાય છે. આ આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.