અમદાવાદ: કોરોના વાઇરસની સારવાર માટે શહેરમાં અનેક હોસ્પિટલમાં અનેક લોકો દાખલ છે, ત્યારે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. અચાનક જ ગુરુવારની વહેલી સવારે જ ICU વોર્ડમાં આગ લાગી હતી. આ આગમાં 8 દર્દીઓના મોત નીપજ્યા હતાં.
અમદાવાદ: 11 લાખ રૂપિયા આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત... શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો, તેમને પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં, ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે.
મૃતકના પરિવારેે જણાવ્યું હતું કે, બંને 10 દિવસથી સારવાર મેળવી રહ્યાં હતા, તેમની તબિયત પણ સુધારા પર હતી. હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવતું ત્યારે પૈસા પણ ભરતા હતાં. અત્યાર સુધી અમે સારવાર માટે કુલ 11 લાખ રૂપિયા આપ્યા હતાં. પૈસા આપ્યા છતાં આજે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
હવે પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે, અમને આમારા સ્વજન જ જોઈએ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ હવે તપાસ થાય છે અને પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો જોવાનું જ રહ્યું.