- સરકારી બાબુ પાસેથી મળી આવી 30 કરોડની અપ્રમાણસર મિલકત
- નિવૃત્ત મામલતદાર પાસેથી મળી 30 કરોડની અપ્રમાણસર મિલકત
- ACBના ઇતિહાસનો સૌથી મોટો કેસ
અમદાવાદઃ ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા અત્યારસુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. જેમાં અમદાવાદના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આ સિવાય વિરમ દેસાઇ દ્વારા તેમના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટમાંથી 4,61,20,633 જેટલી રકમથી વિદેશી હૂંડિયામણ સ્વરૂપે નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
નિવૃત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી મામલતદાર વિરમ દેસાઇ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો
કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઇ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. જેમાં ACB દ્વારા 30 જેટલા બેંક એકાઉન્ટ પણ તપાસમાં મળી આવ્યા છે. જ્યારે આ બેંક એકાઉન્ટમાં 4 કરોડનું ટ્રાન્જેકશન મળી આવ્યું હતું, ત્યારે વિરમ દેસાઇ પાસેથી 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 11 લક્ઝૂરિયસ ગાડીઓ મળી આવી છે. આ સિવાય રિયલ એસ્ટેટમાં પણ ઘણું રોકાણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
અધિકારીઓ સામે સરકાર યોગ્ય પગલા લે તેવી લોકોમાં માગ
આ કેસમાં મહત્વનું છે કે, ACBના ઇતિહાસમાં પ્રથમવાર આવો કેસ કરવામાં આવ્યો છે, ત્યારે નાયબ મામલતદાર પાસે આટલી બધી મિલકતો આવી ક્યાંથી તે પણ એક મોટો સવાલ છે. ત્યારે આવા અધિકારીઓ સામે સરકાર યોગ્ય પગલા લે તેવી લોકોમાં માગ ઉઠી છે. ત્યારે હાલમાં એસીબી દ્વારા વિરમ દેસાઇ સામે અપ્રાણસર મિલકતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.