ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં રીક્ષા પકડવા માટે હોમગાર્ડનું દિલધડક ઓપરેશન

અમદાવાદઃ ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે ટ્રાફિકને કંટ્રોલ કરવા પોલીસ માટે પણ માથાના દુખાવા સમાન છે. વાહનચાલકો પોલીસ સાથે એટલી હદ સુધી ઘર્ષણ કરતા હોય છે કે, ક્યારેક દંડથી બચવા માટે તેમજ પોતાના વાહનમાં યોગ્ય દસ્તાવેજી પુરાવા ન હોવાના કારણે ઘણીવાર પોલીસ સાથે છૂટાહાથની મારામારી કરતા પણ જોવા મળે છે.

home guard

By

Published : Jul 24, 2019, 11:44 PM IST

આવી જ એક ઘટના શહેરના વિક્ટોરિયા ગાર્ડન પાસે બનવા પામી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા એક્સપર્ટ ઓવરલોડ શટલ રિક્ષાને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા તે રિક્ષાવાળાએ ગાડી ઉભી રાખી ન હતી. તેવા સમયે હોમગાર્ડ દ્વારા સમય સૂચકતા વાપરી અને ચાલુ રિક્ષા ઊભી રાખવાના આશયથી પોલીસની સૂચનાથી હોમગાર્ડ સાથે બેસી ગયા, ત્યારે રીક્ષા ડ્રાઈવર દ્વારા હોમગાર્ડના જવાનને ધક્કો મારી ચાલુ રિક્ષામાં ફેંકી દેવા સુધીની પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ હોમગાર્ડના જવાન દ્વારા એક હાથે લટકીને પણ રિક્ષામાંથી ઊતર્યાં ન હતા.

હોમગાર્ડ દ્વારા રીક્ષા પકડવા માટે દિલધડક ઓપરેશન

રિક્ષા ડ્રાઈવર રિક્ષાને નજીકના ખુલ્લાં રસ્તામાં રિવરફ્રન્ટ જતા રિક્ષા ભગાવી મુકી હતી. આ ઘટનાની જાણ અન્ય પોલીસને થતાં રાઇડર બાઈક દ્વારા પીછો કરી તે રિક્ષાને અંદાજિત આશરે ત્રણ કિલોમીટર દૂરથી પકડી પાડવામાં આવી હતી. આ ત્રણ કિલોમીટરની દિલધડક ઓપરેશન છતાં હોમગાર્ડના જવાન અને એક હાથે લડકીને પણ રીક્ષા પકડી પાડવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ ઉપરી અધિકારીએ કાયદાકીય કાર્યવાહી પૂરી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details