આ પ્રખ્યાત જગ્યા પર અનેક ભક્તો આરતીનો લ્હાવો લે છે. બાપાના દર્શન કરવા માટે અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ પધારે છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ પણ ત્યાં પહોંચ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો અને પોતાનું નવું ગીત પણ અર્પણ કર્યું હતું.
અમદાવાદના રાજાના દર્શને ભકતોની જામી ભીડ
અમદાવાદઃ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રખ્યાત એવા અમદાવાદના રાજાના દર્શન અને આરતી માટે ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ મેળવ્યો હતો.
ganpati
છેલ્લા 13 વર્ષથી અમદાવાદના રાજાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે વિશેષતા એ છે કે, મૂર્તિ માટીની બનાવવામાં આવી છે તથા સુંદર રીતે શણગારવામાં આવી છે. સાતમા દિવસે અમદાવાદના રાજાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે એક દિવસ પહેલાં જ ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ અને તેમના ફેન્સ ઉપસ્થિત રહ્યા હતા. આરતીની સાથે તેમણે નવું ગીત ગાઈને તેમના ફેન્સને ખુશ કરી દીધા હતા.