અમદાવાદ: અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચર્ચના પાદરી વિરુધ્ધ નોંધાયેલી પોક્સોની ફરિયાદ અંગે એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં ગુલાબચંદ પાસ્ટર નામના ખ્રિસ્તી પાદરીએ એક 16 વર્ષની સગીરાની છેડતી કરી હતી. એટલું જ નહીં, યુવતી સાથે અશ્લીલ અવસ્થામાં વીડિયો કોલ કરીને તેના ખરાબ ફોટો અને વીડિયો વાઇરલ કર્યા હતા. જોકે, આ પાદરી પર ધર્માંતરણના દબાવના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ન કરવાનું કામ કર્યું પાદરીએ, 16 વર્ષની સગીરાનો બિભત્સ વીડિયો કર્યો વાઇરલ - અમદાવાદ
અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પાદરી સામે નોંધાયેલી પોક્સો એક્ટની ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે અલગ અલગ વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, શિવસેના, હિન્દુ જાગૃતિ મંચ સહિતના આગેવાનો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને DCP ઝોન-5 સામે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પાદરી સામે નોંધાયેલી પોક્સો એક્ટની ફરિયાદ દાખલ થઈ
આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, શિવસેના, હિન્દુ જાગૃતિ મંચ સહિતના આગેવાનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈને DCP ઝોન 5 સામે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
Last Updated : Sep 3, 2020, 8:59 AM IST