અમદાવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આધાર રાખીને હાઇકોર્ટે નિણર્ય કર્યો છે. RTE એકટ હેઠળ ખાનગી શાળાઓએ 25 ટકા બેઠકો ગરીબ બાળકો માટે આરક્ષિત રાખવાની હોય છે. જોકે તેમાં ગેરરીતિ થતી હોવાનો પિટિશનમાં આક્ષેપ કરાયો છે. હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ વી.પી.પટેલની અધ્યક્ષતામાં કમિટી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે કમિટીની રચના કરવામાં આવી છે.
RTE એડમિશનમાં થતી ગેરરીતિનો પૂર્વ જજની અધ્યક્ષતવાળી કમિટી તપાસ કરશે - RTE એકટ હેઠળ ખાનગી શાળાઓ
RTE એકટ હેઠળ વધુ વિધાર્થીઓનો એડમિશન ન કરવો પડે તેવા હેતુ સાથે કેટલીક ખાનગી શાળાઓ માહિતી છુપાવી રહી છે તેવા આક્ષેપની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ જજની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી રચવાનો આદેશ કર્યો છે, જે તમામ આક્ષેપો અને બાબતોની તપાસ કરશે.

RTE એડમિશનમાં થતી ગેરરીતિમાં પૂર્વ જજની અધ્યક્ષતવાળી કમિટી તપાસ કરશે
RTE એકટ હેઠળ ખાનગી શાળાઓમાં કેટલી બેઠકો બાકી છે. તેની માહિતી ઓનલાઈન પોર્ટલ પર રજૂ કરવાની હોય છે. 1,232 જેટલી શાળાઓની માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ઘણી શાળાઓમાં ઝીરો વેકેન્સી દર્શાવવામાં આવી છે.