અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાંથી 2 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની પોલીસને જાણ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી, ત્યારે બાળકીના પિતા પર તેના મિત્ર સફાદિન રાયનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બાળકી જોઈતી હોય તો 4 હજાર રૂપિયા આપી દે. જેથી પોલીસ આરોપીને શોધવા કામે લાગી હતી અને આરોપીને રખિયાલથી ઝડપી લીધો હતો.
અમદાવાદમાં ઉધાર આપેલા 4 હજાર રૂપિયા પરત લેવા બાળકીનું અપહરણ કર્યું - abducted news
સામાન્ય બાબતમાં કે એકદમ નજીવી બાબતે લોકો ગુનાને અંજામ આપી દે છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિત્રના મિત્રને આપેલ ઉછીના 4000 હજાર રૂપિયા પરત ના કરતા આરોપીએ તેના મિત્રની 2 વર્ષની બાળકીનું અપહરણ કર્યું. જો કે, પોલીસે આરોપીને ઝડપીને બાળકીને મુક્ત કરાવી છે.
![અમદાવાદમાં ઉધાર આપેલા 4 હજાર રૂપિયા પરત લેવા બાળકીનું અપહરણ કર્યું Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8003566-1090-8003566-1594613801553.jpg)
અમદાવાદ
અમદાવાદમાં ઉધાર આપેલા 4 હજાર રૂપિયા પરત લેવા બાળકીનું અપહરણ કર્યું
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદીએ વચ્ચે રહીને આરોપી પાસેથી તેના મિત્રને રૂપિયા 4 હજાર ઉછીના અપાવ્યા હતાં. જોકે, આ મિત્રએ રૂપિયા પરત ના કરતા આરોપી ફરિયાદી પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો અને રૂપિયા માટે તેની બે વર્ષની દીકરીનું અપહરણ કર્યું હતું. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.