અમદાવાદ: ચેક વિતરણ કાર્યક્રમ હેઠળ અમદાવાદ જિલ્લાની 6 નગરપાલિકાઓને રૂપિયા 13.75 કરોડ અને અમદાવાદ મહાનગરપાલિકાને રુપિયા 325 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઈ ભરવાડના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ મહાનગરપાલિકાને રૂપિયા 325 કરોડની ફાળવણી - મહાનગરપાલિકા
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા આયોજીત આ ઓનલાઈન ચેક-વિતરણ કાર્યક્રમમાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ અને 155 નગરપાલિકાઓને 1,000 કરોડથી વધારે રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
મહાનગરપાલિકાને રૂપિયા 325 કરોડની ફાળવણી
આ પ્રસંગે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર મુખ્ય પ્રધાનની સુવિધાયુક્ત શહેરોની નેમને પરિપૂર્ણ કરવા જે સક્રિય પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે.’’