અમદાવાદઃ વહેલી સવારથી વાતવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ વાતાવરણની સીધી અસર વાહનચાલકો પર પડી હતી. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઘણી જગ્યાએ ધૂળ અને ધુમ્મસના પગલે વાહનોને સાઈડમાં ઉભા રહી જવાની ફરજ પડી હતી. અચાનક બદલાયેલા વાતાવરણ વહેલા વરસાદના વાવડ આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, જુઓ વીડિયો - climate change in amdavad
અમદાવાદમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં અચાનક બદલાવથી કુતૂહલ સર્જાયું હતું અને ધૂળ અને વાતાવરણના પગલે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. વાહનચાલકો પણ દૂર-દૂર સુધી જોઈ ન શકતા હોવાને કારણે વાહનોની લાઈટ ચાલુ રાખી અને ધીરે ધીરે વાહન હંકારી રહ્યાં હતાં.
વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો
શહેરના એરપોર્ટથી આગળ ઈન્દિરા બ્રિજ પરથી લેવામાં આવ્યાં છે, જેમાં દૂર-દૂર સુધી ધુમ્મસનું વાતાવરણ જોઈ શકાય છે, ગુજરાતમાં છેલ્લા બે દિવસ કાતિલ ઠંડીના પડી રહી છે, ત્યારે અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. જે બાદ અચાનક ગત રાત્રીથી ઠંડીનું પ્રમાણ ધટ્યું હતું.