ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, જાણો સમગ્ર મામલો... - યશ ગોહિલ નામના યુવકની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે થયેલી આત્મહત્યાના મામલાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદમાં થયેલી આત્મહત્યાના તાર સોકલી ગામ નજીક થયેલી હત્યા સાથે જોડાયા છે. આરોપીએ પોતાના નિવેદનમાં સમગ્ર મામલો વર્ણવ્યો હતો. જાણો શું બન્યું એ રાત્રે...

Ahmedabad Crime
Ahmedabad Crime

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 10:40 PM IST

અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, જાણો સમગ્ર મામલો...

અમદાવાદ :અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફાયરિંગ કરી આત્મહત્યા કેસનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સનસની ઘટનાની તપાસમાં યશ ગોહિલ નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. હત્યાના મામલા અંગે વધુ પૂછપરછ કરતાં યશ રાઠોડે સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકતા પોલીસને હકીકત જણાવી હતી.

મિત્રની હત્યા બાદ કરી આત્મહત્યા : યશ ગોહિલના જણાવ્યા મુજબ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ બંને લોકોએ નંબર વગરની i20 કારમાં બંનેના મિત્ર મૃતક રવિન્દ્ર ભુરાભાઈ લુહાર પાસેથી સ્મિત ગોહિલે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. આ રૂપિયાની રવિન્દ્ર લુહાર વારંવાર ઉઘરાણી કરતો હતો. જેથી કંટાળીને સ્મિત ગોહિલે રવિન્દ્ર લુહારની હત્યા કરવાનું યશ રાઠોડ સાથે મળીને નક્કી કર્યું હતું. બંને લોકોએ હત્યા કરવા માટે મધ્યપ્રદેશના ભીંડ ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ તથા કારતુસ મંગાવી હતી.

ઉધારના રૂપિયાએ કરાવી હત્યા : ત્યારબાદ અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસેથી i20 કાર ભાડેથી લાવી નંબરપ્લેટ કાઢી નાખી કાળા કાચ કરાવ્યા હતા. અગાઉ નક્કી કર્યા મુજબ રવિન્દ્ર લુહારને બોલાવી તેના રૂપિયા હાંસલપુર ખાતે એક ભાઈ પાસેથી લઈને આપવાનું કહી તે કારમાં સ્મિત ગોહિલ અને યશ રાઠોડ બેસી ગયા હતા. બંને શખ્સ રવિન્દ્ર લુહારને બેસાડી સોકલી ગામની નજીક આવેલી નર્મદા કેનાલ પાસે લઈ જઈ ગાડી ઉભી રાખી હતી. ત્રણેય લોકો ગાડીમાંથી નીચે ઉતર્યા જે દરમિયાન રવિન્દ્ર લુહાર પેશાબ કરવા બાજુમાં ખુલ્લી જગ્યામાં ગયો હતો.

હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો : અગાઉથી હત્યા કરવાના ઇરાદે સ્મિત ગોહિલે મૃતક રવિન્દ્રને માથાના પાછળના ભાગે ફાયરિંગ કરતા રવિન્દ્ર ઢળી પડ્યો હતો. ત્યારે સ્મિતે તેના પર છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી રવિન્દ્રની લાશને સળગાવી દીધા બાદ અમદાવાદ આવી ગયા હતા. જોકે રવિન્દ્ર ઘરે પરત ન ફરતા તેના કુટુંબીજનોએ શોધખોળ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

હત્યાના મામલામાં પર્દાફાશ : પોલીસ તપાસ દરમિયાન CCTV કેમેરામાં સ્મિત અને રવિન્દ્ર સાથે દેખાઈ આવ્યા હતા. જેની જાણ સ્મિતને થતાં પોતે હવે પોલીસના હાથમાં આવી જશે તેવા ડરથી સ્મિતે રિવરફ્રન્ટ પર જઈને પિસ્તોલ વડે પોતે આત્મહત્યા કરી લીધી હતી. મિત્રની પૈસા બાબતે હત્યા બાદ પોતે પણ ડરથી આત્મહત્યા કરી હોવાની આ સનસની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

  1. Ahmedabad Crime News: 20 વર્ષથી ફરાર એવા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી કરી ધરપકડ
  2. Ahmedabad Crime : બોબી હત્યા કેસમાં જામીન પર ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details