અમદાવાદગુજરાત વિધાનસભા 2022 ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી અનુસંધાને અમદાવાદશહેરના ઝોન 6 હેઠળ આવતા મણિનગર, ઈસનપુર, દાણીલીમડા, કાગડાપીઠ, નારોલ, વટવા, જીઆઈડીસી પોલીસ સ્ટેશન (Ahmedabad City Police) વિસ્તારમાંથી તડીપાર આરોપીઓવિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે દરમિયાન એક જ રાત્રિમાં તડીપાર શખ્સો શહેરમાં જ રહેતા હોવાની શંકાના આધારે પોલીસે એક સાથે તપાસ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.
ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, એક જ રાતમાં 13 તડીપાર શખ્સો ઝડપી પાડ્યા - અમદાવાદ શહેર પોલીસ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. આ પહેલા પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) દરમિયાન તડીપાર થયેલા શખ્સો ઉપર અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ (Ahmedabad City Police) કાર્યવાહીની જાણ થતા પોતાનો વિસ્તાર અને અમદાવાદ શહેર છોડી જતા રહ્યા હતા.
તડીપાર શખ્સની ધરપકડદાણીલીમડા પોલીસ(Danilimda Police Ahmedabad) દ્વારા જાવેદ ઉર્ફે જાદુગર શેખ, રફુદીન શેખ, નાસીર પઠાણ નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે નારોલ પોલીસ દ્વારા યાકુબ શેખ, મોહંમદ જાવેદ અન્સારી નામના તડીપાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા સાહિલ ઉર્ફે કૃણાલ ગિરિ તેમજ વટવા પોલીસ દ્વારા એજાઝ ઉર્ફે ઠુઠો મોમીનને પકડી પાડવામાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા રિતિક્કુમાર ચુનારા, મહંમદ દસ્તગીર રંગરેજ તથા મહમદ ઇરફાન મલિકને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે ડીસીપી ઝોન 06 એલસીબી દ્વારા મહેબૂબ ઉર્ફે બાબુ શેખ, મફાજી ઓડ નામનાં તડીપાર શખ્સની ધરપકડ કરાઈ હતી. જ્યારે ઈસનપુર પોલીસ દ્વારા ઇરફાન એહમદ અન્સારીને ઝડપી લેવામા આવ્યો હતો.
આરોપીઓમાં ફફડાટડીસીપી ઝોન 6 વિસ્તારમાં એક જ રાત્રિમાં પકડાયેલ તમામ 13 આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે તડીપાર ભંગના ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઝોન 6 ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તડીપાર થયેલા ઈસમો વિરૂદ્ધ સઘન ચેકીંગની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ 13 તડીપાર ઈસમો સહિત કુલ 33 તડીપાર થયેલા આરોપીઓને પકડી પાડી ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ ઉપર તડીપાર ભંગના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન તડીપાર થયેલા શખ્સો ઉપર અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ કાર્યવાહીની જાણ થતા પોતાનો વિસ્તાર અને અમદાવાદ શહેર છોડી જતા રહ્યા હતા.