ગુજરાત

gujarat

ETV Bharat / state

માવઠાંના માહોલમાં ઠંડી ઘટી ગઈ, રાજ્યના વાતાવરણમાં મોટો પલટો - વરસાદ

અમદાવાદઃ દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની સાથે ગુજરાતમાં કાતિલ ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીતરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં માવઠાંએ ખેડૂતોની ચિંતામાં વધારો કરાવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધીને 15 ડિગ્રી ઉપર જતું રહ્યું છે.જોકે કચ્છના નલીયામાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી રહ્યું છે, તેની સાથે પવનની ગતિમાં પણ ઘટાડો થયો છે

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો
માવઠાંના માહોલમાં ઠંડી ઘટી

By

Published : Jan 13, 2020, 5:31 PM IST

ઈટીવી ભારત પર ચાર દિવસ પહેલાં હવામાન સમાચારમાં જણાવ્યું હતું કે 14 જાન્યુઆરીએ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવામાં આવશે. તે મુજબ જ આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેની સાથે લઘુતમ તાપમાન ઘટ્યું છે, જેથી ઠંડી સાવ ઘટી ગઈ છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સૌરાષ્ટ્રના માંગરોળ, બનાસકાંઠાના રાપરમાં સારું એવું માવઠું થયું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે જ 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈરહ્યો છે. આવા વાતાવરણના પલટાને લઇને રવી પાકના ઘઉં, ચણા, જીરુ અને બટાકાના પાકને નુકસાનની ભીતિ પણ સર્જાઈ છે.

માવઠાંના માહોલમાં ઠંડી ઘટી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન હવામાનમાં પલટો રહેશે, વાદળછાયું વાતાવરણ અને સૌરાષ્ટ્ર- રાજકોટ, જૂનાગઢમાં છૂટોછવાયો વરસાદ પડશે. 14 જાન્યુઆરીને ઉત્તરાયણ હોવાથી હાલ પતંગ રસિકો નિરાશ થયાં છે. અને જો માવઠુ થશે તો પતંગ ચગાવતા પતંગરસિકોને ખલેલ પડશે.

ABOUT THE AUTHOR

...view details