- આઈસોલેશન કોવિડ કેર સેન્ટરમાં 25 બેડની સુવિધા ઉપલબ્ધ
- કોરોના સંક્રમિત દર્દીઓનો ચેપ ઘરના અન્ય લોકોને ન લાગે તે માટે સેન્ટર શરૂ કરાયું
- અહીં દાખલ કોરોનાના દર્દીઓની ટ્રિટમેન્ટ કરાશે અને યોગ પણ કરાવાશે
અમદાવાદઃ ધંધૂકામાં આવેલી કુમાર છાત્રાલયમાં કોરોનાના દર્દીઓ માટે આઈસોલેશન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ચા, નાસ્તો, લીંબુ પાણી, નારિયેળ પાણી સહિત 2 સમયનું ભોજન આપવામાં આવશે.
આ પણ વાંચોઃધોકડવા ગામની ગીરગૂંજન વિદ્યાલયમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
સેન્ટર પર દર્દીઓને તમામ પ્રકારની સુવિધા અપાશે
કોરોનાના જે દર્દીઓ પાસે હોમ આઈસોલેશનની સુવિધા નથી. તેવા દર્દીઓને અહીં રાખવામાં આવશે. અહીં તેમને પ્રિસિમ્ટોમેટિક, માઈલ્ડ સિમ્ટોમેટિક, ઈસિમ્ટોમેટિક સારવાર આપવામાં આવશે. ધંધૂકા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશે આ અંગે જણાવ્યું હતું કે, દર્દીઓને હોમ આઈસોલેશનની સુવિધા નથી તેવા દર્દીઓને અહીં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે.
આ પણ વાંચોઃખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા
દર્દીઓની તમામ જરૂરિયાત અહીં પૂર્ણ કરાશે
આ આઈસોલેશન કોવિડ કેરના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ પટેલ, જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રથેશ શાહ, વેપારી મહામંડળના પ્રમુખ રાજેશ પટેલ, APMCના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, નિલેશ બગડિયા, શૈલેષ દેસાઈ, વિજયસિંહ બારડ તેમજ યુવરાજસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌ કોઈએ તેમના તરફથી દર્દીઓ માટે કોઈપણ સેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે અમે સુવિધા આપવા તૈયાર છીએ તેમ જણાવ્યું હતું.