અમદાવાદમાં 2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી, જુઓ અહેવાલમાં - physically
શરીરમાં નાની ખામી આવતા જ કેટલાક લોકો હાર માની જાય છે, ત્યારે અમદાવાદના એક યુવકે પોતાની ખામીથી હારીને નહીં, પરંતુ પોતાની તાકાત બનાવી છે અને દ્રઢ મનોબળ સાથે સામાન્ય લોકોની જેમ જીવન જીવવાની શરૂઆત કરી છે અને તેમાં તેને સફળતા પણ મળી છે, આવો જાણીએ તો આ યુવક વિશે...
![અમદાવાદમાં 2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી, જુઓ અહેવાલમાં 2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5976393-thumbnail-3x2-ahd.jpg)
2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી
અમદાવાદ : અપંગ માનવ મંડળમાં 22 વર્ષીય જયદીપ નામનો યુવક કેટલાક વર્ષોથી રહે છે. જયદીપ મૂળ ભાવનગરનો વતની છે અને તેની ઊંચાઈ નાનપણથી જ 2 ફુટ 10 ઇંચ છે. 5 વર્ષની ઉંમરથી જ જયદીપની ઊંચાઈ વધવાની બંધ થઈ ગઇ હતી. ઊંચાઈ ન વધતા નાનપણમાં થોડી મુશ્કેલી તો પડી હતી, પરંતુ દ્રઢ મનોબળ સાથે જયદીપે સામાન્ય લોકોની જેમ જ જીવ જીવવાની શરૂઆત કરી હતી.
2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી