અમદાવાદ સેશન્સ કોર્ટની લાયબ્રેરી 150 વર્ષ જૂની છે. લગભગ 400 વર્ષ જૂની સીટીએમ 'District library' જેનું નિર્માણ 1869 કરવામાં આવ્યું હતું. જેનું બે કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આજે તેનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ હસ્તે લાયબ્રેરીનું ઉદ્ધાટન કરાયું હતું.
અમદાવાદ સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું - અમદાવાદ સેશન્સ કોર્ટમાં લાયબ્રેરીનું ઉદ્ઘાટન
અમદાવાદઃ શહેરની સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. તેમજ અમદાવાદ બાર એસોસિએશન દ્વારા દિવાળી સ્નેહમિલન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
અમદાવાદ સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું
આ ઉપરાંત અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનનું દિવાળી સ્નેહમિલન પણ યોજાયું હતું. જેમાં કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જે વકીલોએ પ્રેક્ટીસના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા 8 વકીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.