અમદાવાદઃપાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશમાં ત્યાના લઘુમતી એટલે કે હિંદુ, સીખ, પારસી અને ઈસાઈ લોકો ભારે હાલાકી સાથે જીવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કાયદામાં સુધારા કરતા ત્યાના લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ લેવું (Citizenship to Refugees )સરળ બની ગયું છે. જેમાં ગુજરાતમાં પણ ઘણા લઘુમતીઓ નાગરિકત્વ મેળવવા અરજી કરતા હોય છે. રાજ્યના સૌથી વધુ શરણાર્થીઓ અમદવાદમાં રહે છે. અત્યાર સુધી કેટલા લોકો ભારતમાં શરણ ( Indian citizenship)મળી છે, શું પ્રકિયા હોય છે. કેવી રીતે શરણાર્થીઓ બને છે, ભારતના નાગરિક અને હજી કેટલી અરજીઓ તંત્ર પાસે છે, જોઈએ અહેવાલમાં.
નાગરિકતા પત્ર આપવામાં આવે -અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવતું હોય છે. પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી(Indian nationality law)હોય છે. આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર (Refugees living in Ahmedabad)આપવામાં આવે છે. જો કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.
આ પણ વાંચોઃજિલ્લા કલેકટરે 7 વર્ષથી એક જ સ્થળે વસતા 17 વિદેશીઓને ભારતની નાગરિકતા આપી