ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં, 6,49,000નો દંડ ભરાયો - પોલિસ કમિશનર

લૉક ડાઉનમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લોકડાઉનનો ભંગ કરનાર વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી કરી છે. અનેક લોકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે. શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં 99.99ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં છે.

અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં, 6,49,000નો દંડ ભરાયો
અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં, 6,49,000નો દંડ ભરાયો

By

Published : Apr 10, 2020, 8:00 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યા મુજબ 17 દિવસના લોકડાઉન દરમિયાન ભંગ કરનાર સામે 2190 ગુના નોંધી 6245 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે.589 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે અને 6,49,000ની કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે. 25 ડ્રોન દ્વારા પણ ગુણ નોંધી 139 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ શહેરમાં કુલ 1974 લોકોને હોમ કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે.

અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં
230 જેટલા નવા સિનિયર સિટીઝનની પણ શી ટીમે મુલાકાત લીધી હતી. 1100 જેટલા સીસીટીવી દ્વારા અમદાવાદ પર નજર રાખવામાં આવી રહી છે.કંટ્રોલ રૂમમાં પણ પોલીસ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરના જણાવ્યાં મુજબ અમદાવાદમાં કામ વિના હવે લોકો બહાર નથી નીકળતાં. 99.99 ટકા લોકો હવે બિનજરૂરી બહાર નથી આવતાં.

ABOUT THE AUTHOR

...view details