અમદાવાદ: શહેરમાં કોરોનાના સતત વધતાં કેસોને લઇને આરોગ્યવિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્યવિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે.
અમદાવાદમાં 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 કર્મીઓ ફિલ્ડમાં છે: AMC કમિશનર
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતાં સમગ્ર વિસ્તારને બફર ઝોનમાં મૂકાયાં બાદ આજે વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં આજે 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 કર્મીઓ ફિલ્ડમાં છે: AMC કમિશનર
તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતાં આરોગ્યવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.